GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજસ્થાન : રાજકીય સંકટ વચ્ચે આવતીકાલે 10 વાગે વિધાયક દળની બેઠક, પાયલોટને પણ આમંત્રણ

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ડેપ્યુટી સીએમ સચિન પાઇલટને મનાવવાના પ્રયાસો ચાલુ છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચેના મતભેદોને સમાપ્ત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે સવારે બેઠક બોલાવી છે. આમાં સચિન પાયલોટને પણ આમંત્રણ અપાયું છે. જોકે, સચીન પાયલોટ આ બેઠકમાં જાય તેવી સંભાવના ઓછી છે.

આવતી કાલે સવારે 10 કલાકે બેઠક

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિધાનસભા પક્ષની બીજી બેઠક મંગળવારે સવારે 10 વાગ્યે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમે સચિન પાયલોટ અને તેની સાથે અન્ય લોકોને આમંત્રણ આપ્યું છે. પરિવારમાં પરિવારના સભ્યોનું સન્માન જાળવવાનું છે.

સચિન પાયલોટને મનાવવાના સતત પ્રયાસો

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ગેહલોતની રસાકસી વચ્ચે સચિન પાયલોટને મનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ અહેવાલ છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, પી. ચિદમ્બરમ અને અહેમદ પટેલ જેવા પક્ષના પાંચ ટોચના નેતાઓએ સચિન પાયલોટને સમજાવવા માટે તેમની સાથે વાત કરી હતી. જો કે સચિન પાયલોટ નકારી રહ્યા છે કે તેમણે કોઈ પણ હાઈકમાન્ડ સાથે વાતચીત કરી નથી.

કોંગ્રેસને અસ્થિર કરવાના પ્રયાસો

રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ પાયલોટ કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાના આરોપસર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) નોટિસથી એટલા નારાજ હતા કે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. જોકે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે તેમને પણ એસઓજીની નોટિસ પણ મળી છે અને તેઓ પૂછપરછ માટે બોલાવશે તો જશે. જ્યારે પાયલોટ કેમ્પે કહ્યું કે આ બધું ડેપ્યુટી સીએમને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદથી મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે નારાજગી પહેલાંથી જ હતી. પરંતુ આ વખતે એટલી વધી ગઈ કે અશોક ગેહલોતે ધારાસભ્યોની પરેડ કરાવવી પડી છે કે તેમની સરકાર જોખમમાં નથી.

ગેહલોતને પાયલોટની જરૂર

પરંતુ આ બધી કવાયતોની વચ્ચે, ગેહલોત તરફી ધારાસભ્યોની સંખ્યા એટલી વધારે નથી. જો એક-બે ધારાસભ્યો અહીં-ત્યાંથી છટકી જાય તો કોંગ્રેસ સરકાર જોખમમાં મુકાઈ જશે. મતલબ બહુમતી માટે ગેહલોત સરકાર ઉંબરે છે. તે સ્પષ્ટ છે કે ગેહલોતને પાઇલટની જરૂર પડશે. તેથી, પાર્ટી સચિન પાયલોટને મનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

અશોક ગેહલોતે કર્યુ શક્તિ પ્રદર્શન

રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળ વચ્ચે મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળી હતી, ત્યારે આવતીકાલે સવારે 10 વાગ્યે ફરી એકવાર રાજસ્થાન કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠકમાં નારાજ સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલા સોમવારે સીએમ અશોક ગેહલોતે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. સીએમ ગેહલોતે તેમની સાથે કુલ 109 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો. મહત્વની વાત એ છે કે સચિન પાયલટ જૂથના મનાતા 4 ધારાસભ્યોએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. બીજી તરફ અપક્ષના કુલ 13 ધારાસભ્યો પૈકી 10 ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતાં. બેઠકમાં ઉપસ્થિત રહેલા કોંગી ધારાસભ્યોએ ગેહલોત સરકારને કોઇ જ ખતરો ન હોવાનો દાવો કર્યો છે બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા લોકતંત્રનું આ ચીરહરણ રાજસ્થાનના 8 કરોડ લોકોનું અપમાન છે. તેને સ્વિકાર નહીં કરીએ.

અશોક ગેહલોતની સરકારને નહીં આવે આંચ-કોંગ્રેસ ધારાસભ્યનો દાવો

ધારાસભ્ય દળની બેઠકમાં આ કહેવામાં આવ્યું કે અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારનું સર્વસંમતિથી સમર્થન કરીએ છીએ. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાથ પાંડેએ જાણકારી આપી હતી કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં જાણ કર્યા વગર સામેલ ન થનારા ધારાસભ્યો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.કોંગ્રેસે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે વ્હીપ જાહેર કર્યો હતો. આથી આ બેઠકમાં હાજર ન રહેનાર કોંગ્રેસના ધારાસભ્યનું સભ્ય પદ જઈ શકે છે.

READ ALSO

Related posts

ધારાસભ્ય દળની બેઠકમાં માંગ: પાયલટ જૂથના ધારાસભ્યોની ઘરવાપસીના દરવાજા થાય બંધ

pratik shah

ગુજરાત સરકારે આજે જાહેર કરેલી શું છે કિસાન સહાય યોજનાના અને ખેડૂતોને કેવી રીતે મળશે લાભ

Bansari

BIG NEWS: ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજના, રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!