GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે સચીન પાયલોટની મુલાકાત બાદ રાજકીય ગરમાવો, શું રાજસ્થાનમાં પણ થશે MP વાળી ?

રાજસ્થાનમાં રાજનિતીક સંકટ વચ્ચે ઉપમુખ્યમંત્રી સચીન પાયલોટે બીજેપી નેતા જ્યોતિરાદીત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકા દિલ્હીમાં થઈ છે. 40 મિનીટ ચાલેલી આ મુલાકાત જ્યોતિરાદીત્ય સિંધિયાના નિવાસસ્થાને થઈ હતી. આ મુલાકાતના ઘણા અર્થ નીકળી રહ્યાં છે. શું સચીન પાયલોટ પણ જ્યોતિરાદીત્ય સિંધિયાના રસ્તા ઉપર ચાલશે અને કોંગ્રેસને છોડીને ભાજપામાં જોડાશે કે કેમ. હાલ તો તે ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લો નિર્ણય સચીન પાયલોટે જ લેવાનો છે. જણાવી દઈએ કે રાજસ્થાનની ગેહલોત સરકાર સંકટમાં છે. સચીન પાયલોટ અને સીએમ અશોક ગેહલોત વચ્ચેના મતભેદો સપાટી ઉપર આવ્યાં છે. નારાજ સચીન પાયલોટ પાર્ટીના હાઈકમાન સામે મુલાકાત કરવા દિલ્હી પહોંચ્યાં જ્યાં તેની સાથે કેટલાક ધારાસભ્યો પણ હાજર હતા.

સચીન પાયલોટના સમર્થનમાં આવ્યાં જ્યોતિરાદીત્ય સિંધિયા

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈ ભાજપના નેતાઓ ટ્વીટર પર સંતાકુકડી રમી રહ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવનારા ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટના સમર્થનમાં આવ્યા છે. જો કે, સિંધિયાએ પાયલટના બહાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. સિંધિયાએ પોતાના ટ્વીટમાં જણાવ્યુ છે કે, રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારમાં સચિન પાયલોટને લઈ સતત થઈ રહેલી ઉપેક્ષા અને તેમના સાઈડમાં કરવાના પ્રયત્નો જોઈ દુ:ખ થઈ રહ્યુ છે. તેમણે આ સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉભા કર્યા છે. સિંધિયાએ પોતાના ટ્વીટમાં જણાવ્યુ છે કે, હાલતને જોતા લાગી રહ્યુ છે કે, કોંગ્રેસને યુવાનોની પ્રતિભા અને ક્ષમતામાં વિશ્વાસ નથી રહ્યો.

કોંગ્રેસ પાર્ટી પર કરી રહ્યા છે સતત પ્રહારો

મધ્ય પ્રદેશના ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સતત કોંગ્રેસ વિરોધી નિવેદનો આપી રહ્યા છે. ભોપાલમાં પણ ગત 2 જૂલાઈના રોજ શિવરાજ કેબિનેટના વિસ્તરણ બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને દિગ્વિજય સિંહને લઈ સતત નિવેદનો આપી રહ્યા છે. પોતાના નિવેદનમાં બંને નેતાઓ પર પ્રહારો કરતા સિંધિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા થોડા દિવસથી મને સતત નિશાન બનાવી રહ્યા છે. હું આ બંને નેતાઓને કહેવા માગુ છુ કે, ટાઈગર અભિ જિંદા હૈં..

Related posts

રાજસ્થાનમાં પાયલોટ ફરી જોડાઈ શકે છે કોંગ્રેસમાં, નરમ પડ્યા હવે મનાવશે રાહુલને

Ankita Trada

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!