GSTV

અશોક ગહેલોતની વધી રહી છે મુશ્કેલીઓ : હવે 11 ધારાસભ્યો છે નારાજ, 6 તો છે કેબિનેટમાં પ્રધાન

રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં રોજ નવો વળાંક આવે છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોની ભાજપ ખરીદી ન કરે તેથી જયપુરથી જેસલમેર ખસેડ્યા. ત્યારે 11 સભ્યો આ સ્થળાંતર દરમિયાન ગુમ થયા છે.જેમાં 6 પ્રધાનો અને 5 ધારાસભ્યો હજી સુધી જેસલમેર પહોંચ્યા નથી.

પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચારીવાસ, તબીબી મંત્રી ડો.રઘુ શર્મા, રમત મંત્રી ચાંદના, કૃષિ મંત્રી લાલચંદ કટારિયા, દવા રાજ્યમંત્રી સુભાષ ગર્ગ, સહકારી મંત્રી ઉદયલાલ અંજના, ધારાસભ્ય જગદીશ જંગીડ, ધારાસભ્ય અમિત ચાકન , ધારાસભ્ય પરસરામ મોરાડિયા, ધારાસભ્ય બાબુલાલ બેરવા અને ધારાસભ્ય બલવાન પૂણિયા, જે હજી સુધી જેસલમેર પહોંચ્યા નથી. ગેહલોતે સ્થળાંતર અંગે કહ્યું – ધારાસભ્યો પર બાહ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. લોકશાહીને બચાવવી તે દરેકની ફરજ છે.

ગેહલોત કેમ્પમાં 109, ક્યારેક 104 અને ક્યારેક 101 થી વધુ ધારાસભ્યો હોવાનું કહેવામાં આવતું હતું. જેસલમેર સ્થળાંતર દરમિયાન 97 ધારાસભ્યો જ જોવા મળ્યા હતા. 54 ધારાસભ્યો જયપુરથી જેસલમેરની મુસાફરી દરમિયાન પ્રથમ વિમાનમાં અને બીજા વિમાનમાં 6 અને ત્રીજામાં 37 ધારાસભ્યો હતા. જે 97 ધારાસભ્યો છે.

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ દરમિયાન 14 ઓગસ્ટે શરૂ થયેલા વિધાન સભા સત્ર પહેલા મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે કોઇ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતા, આ જ કારણ છે કે એક તરફ જ્યાં તેમને પોતાના સમર્થકોને જયપુરથી દુર જેશલમેર શિફ્ટ કરી દીધા છે, તો વળી બીજી તરફ પીએમ મોદીને કહી રહ્યા છે કે રાજસ્થાનમાં જો ધારાસભ્યોનું ખરીદ-વેચાણનો તમાશો ચાલી રહ્યો છે, જે બંધ થવો જોઇએ.

ગહેલોતે કહ્યું મિડિયા સાથે વાત કરતા કહ્યું વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં જે તમાશો ચાલી રહ્યો છે તે બંધ કરાવવો જોઇએ, રાજ્યમાં ખરીદ-વેચાણનાં રેટ વધી ગયા છે. શું તમાશો ચાલી રહ્યો છે, તેમણે કહ્યું કે પીએમ મોદીએ પીએમ મોદીનાં કહેવાથી લોકોએ તાળી-થાળી વગાડી અને મીણબત્તીઓ પ્રગટાવી, દેશની જનતાએ કહ્યું બે વખત તક આપી,મ એવામાં જરૂરી છે કે રાજસ્થાનમાં જે તમાશો ચાલી રહ્યો છે તે બંધ થવો જોઇએ.

Related posts

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

Bansari

બોલિવૂડ ડ્રગ્સ કેસમાં ખુલીને સામે આવેલી ડ્રગ્સ ચેટ, ડિજીટલ પ્રાઈવસીને લઈને ઉઠી રહ્યા છે આ સવાલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!