GSTV
India News ટોપ સ્ટોરી

રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

રાજસ્થાનમાં એક મેળા દરમિયાન ગંભીર દુર્ઘટના સામે આવી છે. અજમેરના કુંદન નગરમાં આવેલા ડિઝનીલેન્ડમાં મંગળવારે કેબલ તૂટવાના કારણે રાઈડ 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી છે. આ ઘટનામાં 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ રાઈડમાં કુલ 25 લોકો બેઠા હતા. અકસ્માત બાદ રાઈડનો સંચાલક સહિત તમામ દુકાનદારો મેળામાંથી ભાગી ગયા છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ આરંભી છે. કુંદન નગર વિસ્તારમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલ દરબાર ડિઝનીલેન્ડ 28 માર્ચે સમાપ્ત થવાનું હતું. જોકે આજે મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ 25 લોકો રાઈડમાં બેઠા હતા. અચાનક કેબલ તૂટી ગયો અને રાઈડ ઊંચાઈ પરથી નીચે પડી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને JLN હોસ્પિટલમાં લઈ જવાયા છે. સિવિલ લાઇન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જુઓ રાઈડ પડવાની આ ઘટનાનો વિડીયો –

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV