GSTV

એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થી/ 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થી બહું ગમી જતાં પાછળ પડ્યો, છોકરીએ ના પાડી તો ગળું કાપી નાખ્યું

Last Updated on November 24, 2021 by Pravin Makwana

કહેવાય છે કે, પ્રેમ એક સુંદર અનુભૂતિ છે, જે માણસની જીંદગીને તરોતાજા કરી દે છે. પણ આ જ પ્રેમ જો એકતરફી હોય તો, ધીમે ધીમે ગાંડપણ બની જાય છે અને પછી શરૂ થાય છે ગુનાહીત દુનિયામાં એન્ટ્રી. જેનું પરિણામ ખૂબ જ ભયંકર આવે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો રાજસ્થાનના પાલી જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક માથાફરેલ વિદ્યાર્થીને આશિકીનું એવૂ ભૂત વળગ્યું કે, તેણે એકતરફી પ્રેમમાં સ્કૂલમાં સહપાઠી છોકરીનું ગળુ કાપી નાખ્યું. આપને જણાવી દઈએ કે, આરોપી બળજબરીપૂર્વક છોકરી સાથે સંબંધ રાખવા માગતો હતો. પણ છોકરીએ કેટલીય વાર ના પાડી, તેથી તેને આવો બદલો આપ્યો.

ગળુ કાપતા જ લોહીથી લથબથ થઈ ગઈ છોકરી

હકીકતમાં જોઈએ તો, આ મામલો મંગળવારે બપોરે પાલી જિલ્લાના બિઠોલા કલાં ગામનો છે. જ્યાં લંચ દરમિયાન રાજકીય સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં 12 ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરનારી છોકરી પર બ્લેડ વ઼ડે ઉપરાઉપરી ચેકા મારી ગળુ કાપી નાખ્યું હતું. લોહીથી લથબથ છોકરી ક્લાસમાં આવતાવેંત ઢળી પડી. જરાં પણ મોડુ કર્યા વગર તાત્કાલિક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને તેને હોસ્પિટલમાં પહોંચાડી.

હોસ્પિટલે જઈને પૂછ્યું- તે જીવતી છે કે મરી ગઈ

આરોપી છોકરાએ આવો કાંડ કર્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. થોડી વાર બાદ તે હોસ્પિટલ પહોંચ્યો અને ડોક્ટરોને પૂછવા લાગ્યો કે, તે જીવતી છે કે, મરી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી અને તપાસ હાથ ધરી. મારવાડ જંક્શન પોલીસ સ્ટેશન પ્રભારી મોહન સિંહે જણાવ્યુ છે કે, છોકરી હાલમાં કંઈ બતાવી શકે તેવી હાલતમાં નથી. તે સાજા થાય અને આરોપી છોકરો પકડાઈ જાય ત્યારે બધુ વિગતો સામે આવશે. હાલમાં તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!