GSTV
Home » News » એર સ્ટ્રાઇક વખતે થયો બાળકનો જન્મ, નામ રાખ્યું-મિરાજ સિંહ

એર સ્ટ્રાઇક વખતે થયો બાળકનો જન્મ, નામ રાખ્યું-મિરાજ સિંહ

પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકીઓના ઠેકાણાઓ પર બોમ્બમારો કરીને બદલો લીધો. તે બાદ દેશભરમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. લોકોત્રિરંગો લઇને રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને મિઠાઇઓ વહેંચીને ખુશીઓની ઉજવણી કરી. આ જ કડીમાં રાજસ્થાનમાં સૈનિકના પરિવારમાં બાળકનો જન્મ થયો તો તેનું નામ મિરાજ સિંહ રાખવામાં આવ્યું.

જણાવવામાં આવી રહ્યું છે કે નાગૌર જિલ્લાના ડાબડા ગામના રહેવાસી મહાવીર સિંહની પત્ની સોનમને પ્રસવ પીડા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તેમણે દીકરાને જન્મ આપ્યો. તેનો જન્મ તે જ સમયે થયો જ્યારે ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાને પાકિસ્તાનની ધરતીને ધ્રૂજાવી દીધી હતી.

પુલવામા શહીદોના બદલા તરીકે કરવામાં આવેલી આ કાર્યવાહીથી અભિભૂત પરિવારે બાળકનું નામ મિરાજ સિંહ રાઠોડ રાખ્યુ. મિરાજના પરિવારના મોટાભાગના સભ્યો સેનામાં છે. મહાવીર સિંહના મોટા ભાઇ ભુપેન્દ્ર સિંહ એરફોર્સમાં છે અને નૈનીતાલ એરફોર્સ સ્ટેશન પર તૈનાત છે. જ્યારે તેમના બીજા એક મોટા ભાઇ એસએસ રાઠોડ પણ ભારતીય સેનાના રિટાયર્ડ જવાન છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદીનો બદલો ભારતીય હવાઇ દળોએ મંગળવારે લીધો હતો. અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના 13 અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી હતી. વિદેશી પ્રધાન સુષ્મા સ્વરાજનું કહેવું છે કે એલઓસીથી 70 કિલોમીટરની અંદર ઘુસીને એર ફોર્સે આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો.

હવાઇ દળના ઓપરેશન પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતના હવાઇ હુમલામાં આતંકવાદીઓની હત્યા દ્વારા પાકિસ્તાન વિખરાઈ ગયું છે. સરહદ પર અંધાધુન ફાટરીંગ ચાલી રહ્યું છે. બુધવારે સવારથી એલઓસીમાં ગોળીબાર ચાલુ થઈ ગયો છે.

ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે યુએસએ ચેતવણી આપી છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો પર તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે. યુએસના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પીએ બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરી છે.

પાકિસ્તાન સતત સરહદ પર સીજફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. બુધવારે સવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં ગોળીબાર કર્યો અને ભારતે જેને ભારપૂર્વક જવાબ આપ્યો. મંગળવારે સાંજે પાકિસ્તાને ઘણા સ્થળોએ ઘેરાબંધી તોડીને આવવાનો પ્રયાસ કર્યો હતો. અને આ રીતે પાકે અત્યાર સુધીમાં 15 જગ્યાએથી સીજફાયર તોડવાનો પ્રયાસ કર્યો છે.

Read Also

Related posts

કુલભૂષણને અમે નહીં જ છોડીએ, પાક.ના કાયદા પ્રમાણે કાર્યવાહી થશે : ઇમરાન ખાન

Mayur

જાપાનમાં એનિમેશન કંપનીમાં આગ લાગતાં 33 ભડથું, 41 ઘાયલ

Mayur

રાજ્યપાલ વજુભાઇએ વિશ્વાસનો મત લેવા સૂચના આપતા હોબાળો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!