GSTV
Home » News » રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

રાજસ્થાનમાં ગઈ 16 નવેમ્બરે થયેલી નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી પુરી થઈ ગઈ છે. પરિણામો મુજબ, કોંગ્રેસને આ ચૂંટણીમાં 961 વોર્ડમાં જીત મળી છે. જ્યારે ભાજપને 737 વોર્ડમાં જીત મળી છે. 386 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત નોંધાવી છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અધ્યક્ષ પદ માટેની જાહેર માહિતી 20 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર, ઉમેદવારી પત્રોની ચકાસણી 22 નવેમ્બરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે. તે જ દિવસે, ઉમેદવારીપત્ર પાછો ખેંચવાના સમય પુરો થયા બાદ તરત જ ચૂંટણીના ચિન્હોને ફાળવવામાં આવશે. સ્પીકર પદ માટે મતદાન 26 નવેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાશે. 26 નવેમ્બરના રોજ મતદાન સમાપ્ત થયા પછી તરત જ મતગણતરી થશે.

રાજપુરોહિતે કહ્યું કે ઉપાધ્યક્ષનાં પદ માટેની ચૂંટણીની તારીખ 27 નવેમ્બર છે. ચૂંટણી પ્રક્રિયા માટે બેઠક સવારે 10.00 વાગ્યે શરૂ થશે, ઉમેદવારી પત્રોની રજૂઆત સવારે 11.00 વાગ્યે, ઉમેદવારીપત્રોની સવારે 11.30 વાગ્યે ચકાસણી, બપોરે 2 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે. અને મતદાનની જરૂર લાગશે તો બપોરે 2.30 થી સાંજે 5.00 વાગ્યા સુધી મતદાન અને પછી તરત જ મતગણતરી શરૂ થશે.

ચૂંટણીમાં કુલ 71.53 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહત્તમ મતદાન અજમેર જિલ્લાના નસિરાબાદ નગરપાલિકામાં 91.57 ટકા નોંધાયું હતું, જ્યારે ઉદેપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી ઓછું 54.84 ટકા નોંધાયું હતું.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કર્યું હતું કે નગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો સુખદ છે. જિલ્લા પરિષદની પેટા ચૂંટણી, પંચાયતી રાજ પેટા-ચૂંટણી અને વિધાનસભા (માંડવા, ખીણસાર) પેટા-ચૂંટણીઓ પછી, રાજ્યની જનતાએ અમારી સરકારની લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસ કાર્યો, સંવેદનશીલ, જવાબદાર અને પારદર્શક શાસન અને સુશાસન પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને ટેકો આપ્યો હતો. અને વધુ મજબુત કરી છે. હું તમામ મતદારોનો આભાર માનું છું અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, અધિકારીઓ અને વિજેતા ઉમેદવારોને અભિનંદન આપું છું.

READ ALSO

Related posts

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

CAA બાદ NPR પ્રક્રિયા પર રોક લગાવવાની સુપ્રિમ કોર્ટની મનાઈ, કેન્દ્રને મોકલી નોટિસ

Mansi Patel

પાકિસ્તાનની સબમરિન એક પળનો સમય ગુમાવ્યો વિના ઉભી પૂંછડીએ હતી ભાગી, ભારતને ડરાવવાનો હતો પ્રયાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!