GSTV
Trending Videos Viral Videos

Video/ ‘ગોળી મારી દઇશ’ મહિલા પોલીસની દબંગાઇ, લેબ સ્ટાફને આપી રેપ કેસમાં ફસાવવાની ધમકી

પોલીસ

રાજસ્થાનના ચુરુ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે સાંજે હંગામો થયો જ્યારે એક મહિલા પોલીસકર્મીએ વિઝન લેબોરેટરીમાં ઘૂસીને તોડફોડ કરી. એટલું જ નહીં, તેણે લેબમાં હાજર સ્ટાફ સાથે મારપીટ કરી હતી અને બળાત્કાર, છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની અને પિસ્તોલથી ગોળી મારવાની પણ ધમકી આપી હતી. સાદા ડ્રેસમાં આવેલી મહિલા પોલીસકર્મીએ તપાસ રિપોર્ટમાં ગરબડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. આ કારણે તે એટલી ગુસ્સે થઈ ગઇ કે તેણે લેબમાં રાખેલા બે કોમ્પ્યુટરને જમીન પર પછાડીને તોડી નાખ્યા. તેનું સમગ્ર કૃત્ય લેબમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, હંગામા બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. ત્યાંથી એસઆઈ રમેશ પન્નુ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. લેબના કર્મચારી વોર્ડ 47ના રહેવાસી રવિ વાલ્મિકીએ પોલીસને જણાવ્યું કે તે શુક્રવારે સાંજે સ્ટાફ સાથે લેબમાં બેઠો હતો. એટલામાં એક સ્ત્રી આવી.તેનું નામ લીલાવતી ચૌધરી હતું. તે પોતાને એક મહિલા પોલીસ ગણાવતી હતી. તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા. તેની તપાસ કર્યા બાદ રિપોર્ટ તેને આપવામાં આવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ 24 કલાક પછી મળે છે. રવિના જણાવ્યા અનુસાર, લીલાવતી ચૌધરી સાંજે લગભગ 5.15 વાગ્યે આવી હતી અને લેબમાં આવતાની સાથે જ તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી હતી.

મહિલા પોલીસકર્મીએ કોમ્પ્યુટર તોડી નાંખ્યુ

આ પછી જ્યારે સ્ટાફે તેને રિસેપ્શન પર આવીને વાત કરવાનું કહ્યું તો તે ગુસ્સે થઈ ગઈ અને પછી આખા સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવા લાગી. તેણે લેબમાં રાખેલા બે કોમ્પ્યુટર જમીન પર પછાડીને તોડી નાખ્યા. આ ઉપરાંત લેબ સ્ટાફનો મોબાઈલ પણ છીનવી લીધો હતો. તેણે લેબમાં હાજર સ્ટાફને પણ માર માર્યો હતો.

પોલીસ

બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

આટલું જ નહીં, તેણે સ્ટાફને કહ્યું કે તે બધાને બળાત્કાર અને છેડતીના ખોટા આરોપમાં ફસાવી દેશે. તેણે કહ્યું કે તે પોલીસમાં છે અને તેની પાસે પિસ્તોલ છે. હું તમને બધાને મારી નાખીશ. તેણે સ્ટાફને જ્ઞાતિવાદી ગંદી ગાળો આપી હતી. જોકે, લેબના સ્ટાફે પોલીસને સંપૂર્ણ રિપોર્ટ લખાવી લીધો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV