GSTV

રાહુલે ચૂંટણી બાદ કહ્યું પણ આ કોંગ્રેસ સરકાર ચૂંટણી પહેલાં આપશે ગરીબોને ન્યૂનતમ આવક

Last Updated on January 29, 2019 by

ખેડૂતોનાં દેવા માફી પછી કોંગ્રેસે નવો ખેલ ખેલ્યો છે. આગામી લોકસભા ચુંટણીને ધ્યાને રાખીને દરેક રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્રણ રાજ્યોમાં સત્તારૂઢ થયા પછી કોંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કર્યા હતા.ત્યારે આજે કોંગ્રેસ નવું એલાન કર્યું છે. છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કરેલી જાહેરાતને કોંગ્રેસે ઐતિહાસીક ગણાવી છે. રાહુલ ગાંધીએ ન્યુનતમ આવક ગેરંટીની જાહેરાતને ઐતિહાસિક ગણાવતા રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાંવ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ત્વરીત આ યોજનાંને લાગુ કરશે. જો કે રાજ્ય સરકારે આ દિશામાં કામ શરૂ કરી દીધું.

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે, આ ખુબ જ સારી યોજના છે.આ ગરીબનો હક છે. સરકાર તેને જલ્દી લાગુ કરશે. તે સાથે અશોક ગહેલોતે જણાંવ્યું કે,દેશમાં ગરીબોને ન્યુનતમ આવકની ગેરંટી આપવી. તે પગલું ભૂખમરાને નાબૂદ કરવાની ઐતિહાસિક પહેલ છે. લોકોને સશક્ત બનાવાની દિશામાં સરકારે કોંગ્રેસે લાગુ કરેલા મનરેગા, આરટીઆઈ અને આરટીઈ જેવી યોજનામાં યશકલગી સમાન હશે.

હકિકતે પાંચ રાજ્યમા વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે ખેડૂતોનાં દેવામાફીનું એલાન કર્યુ હતું. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કરેલી ન્યુનતમ આવક ગેરંટીની જાહેરાત થી રાજકિય પંડિતો માથું ખંજવાળી રહ્યા છે. રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને જણાંવ્યું હતું કે, આપણે ત્યાં સુધી નવા ભારતનું નિર્માણ નહિ કરી શકીએ. જ્યાં સુધી આપણાં લાખો ભાઈ-બહેનો ગરીબીનો બોજ ઉપાડી રહ્યા છે. જો અમે 2019માં ફરી સત્તા પર આવીશું તો કોંગ્રેસ ગરીબી અને ભુખમરાને નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિને ન્યુનતમ આવકની ગેરંટી આપીશુ. આ અમારો વાયદો છે.

રાહુલનો વાયદો -લોકસભા ચુંટણી જીતીશું તો દરેક ગરીબને મળશે Minimum Income Guarranty

લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કરેલી આ જાહેરાતથી CM અશોક ગહેલોતે ખુબ જ ખુશી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાંવ્યું કે મોદીને ઉદ્યોગપતિઓ પ્રત્યે પ્રેમ છે. મોદીજી ગરીબ-ખેડૂત વિરોધી છે.આગામી લોકસભા ચુંટણીમાં અમે સત્તા પર આવીશું તો ગરીબોને ન્યૂનતમ આવક ગેરંટીનો અધિકારી આપીશું.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!