રાજસ્થાનમાં કોરોના સંક્રમણની વધતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે નવી ગાઇડ લાઇન બહાર પાડી છે. આ નવી ગાઇડ લાઇનનો સૌથી મહત્વપૂર્ણ હુકમએ છે કે હવે 31 ડિસેમ્બર સુધીમાં, કન્ટેનમેન્ટ ઝોનમાં ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

5 જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ
આ ઉપરાંત વધુ પાંચ જિલ્લા નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગરમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભિલવાડામાં પહેલેથી જ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.


સાંજના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ
હવે આ તમામ 13 જિલ્લાઓમાં સાંજના 8 થી સવારે 6 વાગ્યા સુધી જિલ્લા મથકની શહેરી હદમાં કર્ફ્યુ રહેશે. જેમાં તમામ બજારો, કચેરીઓ અને કોમર્શિયલ પ્લેસ બંધ રહેશે. આ સિવાય 31 ડિસેમ્બર સુધી તમામ શાળાઓ, કોલેજો, કોચિંગ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

જે કન્ટેનમેન્ટ ઝોન કયા હશે
પોઝિટિવ કેસ મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર તે કોલોની, મહોલ્લા અથવા વોર્ડને કન્ટેન્ટ ઝોન જાહેર કરી શકે છે. આની મર્યાદા 100 મીટરથી 1 કિલોમીટર સુધીની હોઈ શકે છે. આ કન્ટેનમેન્ટ ઝોનમાં, ફક્ત તબીબી, ઇમર્જન્સિ અને આવશ્યક ચીજો અને સેવાઓની પુર્તી માટે, કોઈને આવવા-જવાની મંજૂરી આપવામાં આવશે.
કોવિડ એપ દ્વારા નજર રાખવામાં આવશે
આવા લોકો કે જેઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેઓના સંપર્કમાં આવતા તમામ લોકોની યાદી બનાવીને તેમને અલગ કરવામાં આવશે. દરરોજ, તબીબી વિભાગ નજીકના પોલીસ સ્ટેશનમાં તમામ પોઝિટિવ કેસોની યાદી જમા કરાવશે.
RajCovidInfo એપ દ્વારા પોલીસ પોઝિટિવ કેસો પર નજર રાખશે. પોઝિટિવ દર્દીઓ ઘરે જ રહે તે માટે પોલીસ સમયાંતરે ઘરની મુલાકાત લેશે. આ માટે, દર્દીના મોબાઇલ ફોનમાં RajCovidInfo એપ પણ ડાઉનલોડ કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા