GSTV
Ahmedabad Coronavirus Gujarat Trending Videos ગુજરાત

બેદરકારીથી કોરોના દર્દીના મોત બાદ અમદાવાદની આ હોસ્પિટલ ભરાઇ, હાઇકોર્ટે કર્યો આ આદેશ

હોસ્પિટલ

અમદાવાદમાં ગત 18 જૂનના રોજ રાજસ્થાન હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે રિફર કરાયેલા કોરોના દર્દીને દાખલ કરવામાં 35 મિનિટનું મોડું થતા તે દર્દીનું મૃત્યુ થયું હતું.આ ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે ખેદ વ્યક્ત કરતા કહ્યું છે કે આ બેદરકારી પાછળ જે વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાય તે જરૂરી છે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટો અંતર્ગત આ આદેશ કરવામાં આવ્યો છે. કેસની વધુ સુનાવણી 17મી જુલાઇના રોજ મુકરર કરવામાં આવી છે.

35 મિનિટ સુધી દર્દીને દાખલ ના કરાયો

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે ગત 18મી જૂને રાજસ્થાન હોસ્પિટલમાં એક આઘાતજનક બનાવ બન્યો છે. ખાનપુરની લાઇફ કેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી હરીશ કડિયાની તબિયત લથડતાં તેમને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી તેમને રાજસ્થાન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.એમ્બ્યુલન્સ દર્દીને લઇ ત્યાં પહોંચી ત્યારે લગભગ 20 મિનીટ સુધી હોસ્પિટલનો દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. દર્દીને દાખલ કરવામાં આશરે 35 મિનીટનોસમય લાગી ગયો અને સમયસર સારવારના અભાવે તેનું મૃત્યુ થયું.

હોસ્પિટલના સત્તાધિશોએ ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે ગંભીર હાલતમાં રહેલો કોઇ દર્દી આવે ત્યારે તેને દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવે. ઉપરોક્ત કિસ્સામાં દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હતી. રાજસ્થાન હોસ્પિટલે તે સમયે દર્દીને વેન્ટિલેટર પર રાખી તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાની જરૂર હતી.

બાકીની જરૂરી ઔપચારિકતાઓ તો બાદમાં પણ થઇ શકે છે. સંબંધિત સત્તામંડળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કારણદર્શક નોટિસ પાઠવી સ્પષ્ટતા માગી છે. આ કેસમાં માત્ર સ્પષ્ટતા આવે તે પૂરતું નથી, જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ થવી જોઇએ.

કોરોના

આ ઉપરાંત રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ માટે ગોઠવેલી વ્યવસ્થા પર સવાલો ઉભા કરતી પિટિશનમાં હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે ઓનલાઇન શિક્ષણ માટેનું ટાઇમટેબલ તેમજ વ્યવસ્થા એકરૂપ બનાવવામાં આવે તે જરૂરી છે.કોઇ પરિવારમાં બે કે તેથી વધુ બાળકો હોય અને બાળકો અલગ-અલગ ધોરણમાં ભણતા હોય તેવા કિસ્સામાં મુશ્કેલીઓ સર્જાઇ શકે છે, કારણ કે કોઇ મધ્યમવર્ગીય પરિવારમાં એકથી વધુ ટેબ્લેટ, ટી.વી કે કમપ્યુટર હોય તે શક્ય નથી.

આ ઉપરાંત સરકારે એ વાત પણ ધ્યાને લેવી જોઇએ કે નાના બાળકો લાંબા સમય સુધી કમ્પ્યુટર કે ટી.વી. સ્ક્રીન સામે લાંબો સમય સુધી બેઠાં રહે તો તેમની આંખ તેમજ સમગ્ર સ્વાસ્થયને નુકસાન થઇ શકે છે. તેથી ઓનલાઇન શિક્ષણના આ પાસાં અંગે પણ સરકારે વિચારવું જોઇએ.

ડિસ્ચાર્જ પહેલાં કોરોના ટેસ્ટ શા માટે નહીં ?

રાજ્ય સરકારની ડિસ્ચાર્જ પોલિસીને પડકારતી એક રિટ પણ આ સુઓમોટોમાં કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારની નવી ડિસ્ચાર્જ પોલિસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકાથી તદ્દન વિપરિત છે. હવે દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલાં તેમનો ટેસ્ટ કરવામાં આવતો નથી. ટેસ્ટ કર્યા વગર જ કોરોનાના દર્દીને રજા અપાશે તો તે બહાર નીકળી અન્ય લોકોને ચેપ લગાડે અને પરિસ્થિતિને વધુ જોખમી બનાવે તેવી શક્યતા છે. જેથી હાઇકોર્ટે આદેશ કર્યો છે કે રાજ્ય સરકાર ટેસ્ટ કર્યા વગર દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય બહોળા હિતમાં છે કે નહીં તે અંગે રાજ્ય સરકાર સમજૂતી અને સ્પષ્ટતા આપે.

Read Also

Related posts

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed
GSTV