GSTV
Home » News » જમીન ખરીદી મામલો: રાજસ્થાન હાઇકોર્ટે રોબર્ટ વાડ્રાને આપી રાહત, EDનાં વકીલે વિરોધ નોંધાવ્યો

જમીન ખરીદી મામલો: રાજસ્થાન હાઇકોર્ટે રોબર્ટ વાડ્રાને આપી રાહત, EDનાં વકીલે વિરોધ નોંધાવ્યો

બીકાનેરના કોલાયતમાં જમીન ખરીદ મામલામાં રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલા મામલામાં રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રોબર્ટ વાડ્રાના વકીલે દલીલ કરવા માટે સમય માગ્યો. જેનો ઈડીના વકીલે વિરોધ કર્યો હતો. જજે વાડ્રાના વકીલને સમય આપીને 12 સપ્ટેમ્બરે સુનાવણી નક્કી કરી છે. તો વાડ્રા અને તેમના પાર્ટનરોની ધરપકડ પર હાઈકોર્ટ તરફથી લગાવેલાયેલી રોક પણ આગલી સુનાવણી સુધી જારી રહેશે.

2007માં વાડ્રાએ સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના નામે એક કંપનીની શરૂઆત કરી હતી. રોબર્ટ વાડ્રા એને તેમની માતા મૌરીન આ કંપનીના ડિરેક્ટર બન્યા હતા. બાદમાં કંપનીનું નામ બદલીને સ્કાયલાઈટ હોસ્પિટાલિટી લિમિટેડ લાયબિલિટી કરી દીધું હતું. વાડ્રાની કંપનીએ 2012માં કોલાયતમાં કેટલાક દલાલો મારફતે 270 વીઘા જમીન 79 લાખ રૂપિયમાં ખરીદી હતી.

READ ALSO

Related posts

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!