GSTV

આને કહેવાય સરકાર: રાજ્યના તમામ વડીલોને કોઈ પણ જગ્યાએથી ફ્રીમાં મળશે દવાઓ, એક પાઈ પણ નથી ચુકવવી પડે

Last Updated on May 11, 2021 by Bansari

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોનાકાળમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપી છે. હવે વરિષ્ઠ નાગરિકોને રાજયના ડોક્ટરોની સલાહ (પ્રિસ્ક્રિપ્શન)પર મુખ્યમંત્રી નિશુલ્ક યોજના હેઠળ દવાઓ ઉપલબ્ધ કરાવશે. નાણા વિભાગે આદેશ જારી કર્યો છે. તબીબી અને આરોગ્ય વિભાગની ભલામણ પર નાણા વિભાગે તેનો આદેશ જારી કર્યો છે.

હકીકતમાં રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતુ કે વરિષ્ઠ નાગરિક અને અન્ય રોગી જેમની chronic Diseasesની નિયમિત દવાઓ ચાલે છે, તેઓ કોરોનાની વર્તમાન સ્થિતિના કારણે હોસ્પિટલ નથી જઇ રહ્યા અને રાજયના ડોક્ટરોની સલાહ મેળવવામાં અસમર્થ છે. રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિેને જોતા 10 એપ્રિલ 2021 અથયા તેના પછીના રાજકીય ડોક્ટરોની સલાહ (પ્રિસ્ક્રિપ્શન)ના આધારે નિયમિત દવાઓ મુખ્યમંત્રી નિશુલ્ક દવા યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ છે. ડોક્ટરોની સલાહ (પ્રિસ્ક્રિપ્શન)ની ચિઠ્ઠીની દવાઓ રાજ્યના કોઇ પણ હોસ્પિટલ / સીએચસી / પીએચસીથી મેળવી શકાશે.

રાજ્યના તમામ દવા કેમિસ્ટોને આદેશ

તેની સાથે જ રાજસ્થાનના તમામ કેમિસ્ટોને આદેશ આપવામાં આવ્યા છે કે 10 એપ્રિલ 2021 પછીના ડોક્ટરોની સલાહ (પ્રિસ્ક્રિપ્શન)ના આધારે જે દવાઓ દર્દીને નિયમિત રીતે આપવી જરૂરી છે, તેને આપવામાં આવે. તેની સાથે જ ડોક્ટરોની પ્રિસ્ક્રિપ્શનની ‘દવા ઉપલબ્ધ કરાવવામાં આવી’ લખી, તેવું નિશાન પણ મારવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગના સચિવ અખિલ અરોડાના આદેશ મુજબ આ આદેશ રાજ્યમાં લોકડાઉન સમાપ્ત થવા પર આપો આપ નિષ્પ્રભાવી થઈ જશે.

વરિષ્ઠ નાગરિકો કરી રહ્યા હતા માંગ

કોરોનાના કારણે વરિષ્ઠ નાગરિક હોસ્પિટલ જવામાં અસમર્થ હતા. તેના કારણે તેમને દવાઓ મળવામાં અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતના ધ્યાનમાં જ્યારે આ મામલો સામે આવ્યો તો તેમણે તબીબી અને આરોગ્ય વિભાગને મામલાને જોવાની વાત કહી હતી.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!