GSTV
breaking news India News Trending

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

બળવાખોર સચિન પાયલોટ અને તેના છાવણીના ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપર ફરતા રાજકીય કાળચક્રનો અંત આવી ગયો છે.  આવતીકાલથી રાજ્યમાં વિધાનસભા સત્રની શરૂઆત થવાની છે. જેમાં ભાજપ વિધાનસભા પક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. આ પહેલા આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી નિવાસે વિધાનસભા પક્ષની બેઠક મળી છે. જેમાં પાયલોટ સહિતના તેના જૂથના ધારાસભ્યો હાજર રહેશે. ગેહલોત જૂથના તમામ ધારાસભ્યો બુધવારે જયપુર પરત ફર્યા છે. તે બધાને એરપોર્ટથી સીધા હોટલ ફેરમોન્ટમાં ફેન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. પહેલા જયપુરની હોટલમાં 18 દિવસ અને પછી જેસલમેરમાં 12 દિવસ રોકાયા.

સચિન પાયલોટ અને સીએમ ગેહલોત વચ્ચે વિધાનસભા પક્ષની બેઠક પહેલાં બેઠક થઈ શકે છે. પાઇલટ પાછા ફર્યા બાદ આ પહેલી બેઠક હશે. આ સમય દરમિયાન, પાર્ટીના મહામંત્રી કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહેશે. આ અગાઉ ગુરુવારે રાજ્યના સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે છેલ્લા એક મહિનામાં રાજ્યમાં જે પણ રાજકીય વિવાદ થયો છે, તે ભૂલી જવું જરૂરી છે. તે લોકશાહીના હિતમાં છે. જે પણ ગેરસમજ થઈ છે, આપણે દેશ, રાજ્ય, લોકો અને લોકશાહીના હિતમાં માફ કરવાની અને ભૂલી જવાની જરૂર છે. એમ ગેહલોતે મુલાકાત વખતે કહ્યું હતું. સીએમ અશોક ગેહલોત હજી પણ જૂથના ધારાસભ્ય સચિન કેમ્પના બળવોથી નાખુશ છે. તેઓ ઈચ્છે છે કે, જો સચિન અને તેના જૂથના લોકોને સજા ન અપાય તો તેમને ઈનામ ન આપવું જોઈએ.

Related posts

ઓનલાઈન ડેટિંગ કરતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, આ સંકેતથી જાણી શકો છો કે તમારો પાર્ટનર તમને છેતરી રહ્યો છે

Hemal Vegda

હેરાન પરેશાન અને ડરી ગયેલી સારા અલી ખાને જ્હાનવી કપૂર સાથેનો એવો ફોટો કરી દીધો શેર, કારણ જાણવા બેબાકળા થઈ રહ્યા છે ફેન્સ

GSTV Web Desk

ક્યાંક તમારા ફોનમાં તો નથીને Spyware ? આ રીતે કરી શકો છો ચેક, ખૂબ જ સરળ છે આ રીત

Hemal Vegda
GSTV