રાજસ્થાનમાં રાજકીય ઉઠાપટક અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે સમગ્ર પ્રકરણમાં વધુ એક અધ્યાય જોડાયો છે, સમગ્ર મામલે હવે એન્ટી કરપશન બ્યુરોની એન્ટ્રી થઇ છે. રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ વેચાણનો મામલો હવે એન્ટી કરપશન બ્યુરોમાં ગયો છે. ખરીદવેચાણની ઓડિયો ટેપ મામલે એસીબીમાં એફઆઈઆર કરવામાં આવી છે,
ચીફ વ્હીપ મહેશ જોશની ફરિયાદ પર એફઆઇઆર
વિધાનસભામાં ચીફ વ્હીપ મહેશ જોશની ફરિયાદ પર એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસ નોંધવામાં આવ્યા બાદ આ મામલે એસીબી મુખ્યાલયમાં મહેશ જોશીનું નિવેદન નોંધવામાં આવ્યુ છે. આ એફઆઇઆરમાં ધારાસભ્ય ભંવરલાલ શર્માને નામાંકિત કરવામાં આવ્યા છે કારણ કે નિવેદનોમાં મહેશ જોશીએ કહ્યું કે ધારાસભ્ય ભવરલાલ શર્માના અવાજને તે ઓળખે છે. એસીબી મુખ્યાલયમાં પીસી એક્ટ અંતર્ગત આ મામલો નોંધવામાં આવ્યો છે.

હોર્સ ટ્રેડિંગ દ્વારા અશોક ગેહલોત સરકાર ઉથલાવવાના પ્રયાસના આક્ષેપ
જણાવી દઇએ કે કથિત ‘ટેપકાંડ’ પર રાજકીય ધમાસણ વધ્યું છે. ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ અને અશોક ગેહલોત સરકાર ઉથલાવવાના પ્રયાસ અંગે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે. આ ઓડિયો ટેપ મુદ્દે રાજસૃથાન સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી)એ શુક્રવારે બે એફઆઈઆર નોંધી છે.
સુરજેવાલાએ લગાવ્યા આક્ષેપ
ગેહલોત સરકાર ઉથલાવવાના પ્રયાસ અંગે બે કિથત ઓડિયો ટેપ બહાર આવ્યા પછી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે આ ઓડિયોને ટાંકીને કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગજેન્દ્રસિંહ શેખાવત, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ શર્માની ધરપકડની માગણી કરી હતી. કોંગ્રેસ નેતાએ મીડિયા સામે શેખાવતનું નામ ઉછાળ્યું હોવા છતાં કોંગ્રેસના ચીફ વ્હિપ મહેશ જોશીએ પોલીસમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી ત્યારે શેખાવતના નામનો કોઈ ઉલ્લેખ નહોતો.
ઓડિયોમાં ભંવરલાલ શર્માનો અવાજ: મહેશ જોશી
ફરિયાદમાં ‘ગજેન્દ્રસિંહ’ નામનો ઉલ્લેખ છે, પરંતુ તે કેન્દ્રીય મંત્રી છે કે કેમ તે સ્પષ્ટ કરાયું નથી. મહેશ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગેહલોત સરકારને ઉથલાવી દેવાનું કાવતરૂં રચતા બે ઓડિયોમાં અમે ભંવરલાલ શર્માનો અવાજ ઓળખી શકીએ છીએ. તેઓ સંજય જૈન અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે વાત કરતા સંભળાય છે.
કેન્દ્રીય મંત્રીએ ઓડિયો ગણાવ્યો ફેક
જેમણે પણ ઓડિયો સાંભળ્યો તેમનું સ્પષ્ટ માનવું છે કે આ અવાજ ગજેન્દ્રસિંહ શેખાવતનો છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રીએ કિથત ઓડિયો ટેપમાં તેમનો અવાજ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે દાવો કર્યો કે ઓડિયોમાં તેમનો અવાજ નથી અને તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છે. પાછળથી તેમણે ટ્વીટ કરી હતી, ‘ધર્મ છે ત્યાં વિજય છે.’
MUST READ:
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ
- Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ
- અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ
- જાણો આજનું તા.03.06.2023 શનિવારનું રાશિફળ, આજનું નક્ષત્રઃ વિશાખા
- પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત