GSTV
Home » News » પહલુ ખાન લિંચિંગ મામલો: ઘટનાનો વીડિયો અસ્પષ્ટ હોવાના કારણે 6 આરોપીઓને નિર્દોષ જાહેર

પહલુ ખાન લિંચિંગ મામલો: ઘટનાનો વીડિયો અસ્પષ્ટ હોવાના કારણે 6 આરોપીઓને નિર્દોષ જાહેર

રાજસ્થાનના પહલૂ ખાન મોબ લિન્ચિંગ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અલવર ડિસ્ટ્રીક્ટ કોર્ટે પૂરાવાઓની પુરાવાઓના અભાવે તમામ આરોપીઓને શંકાનો લાભ આપતા છોડી મુક્યા.

આ મામલે પીડિતોના વકીલ યોગેન્દ્ર સિંહ ખટાણાનું કહેવું છે કે ચુકાદાની કોપી મળ્યા બાદ તેનો અભ્યાસ કરીને તેઓ ઉપલી કોર્ટમાં ચુકાદાને પડકારશે. આ કેસમાં કુલ 9 આરોપી હતા. જેમાંથી ત્રણ આરોપી સગીર હતા. બુધવારે કોર્ટે 6 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

અલવર જિલ્લા કોર્ટે જેવો ચુકાદો આપ્યો કે તુરંત કોર્ટની બહાર ભારત માતાની જયના નારા લાગવાના શરૂ થઇ ગયા હતા. બચાવ પક્ષની દલીલ હતી કે પોલીસે આરોપીઓને ખોટો કેસ બનાવીને ફસાવ્યા છે. જે વીડિયો છે તે એકદમ ધૂંધળો છે. તેની તસવીરો સ્પષ્ટ નથી. જેથી વીડિયો કોર્ટમાં એડમિસેબલ નથી. જે બાદ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!