રાજસ્થાનમાં એક મહિલા અને પુરુષ વાંધાજનક સ્થિતીમાં ઝડપાતા પંચાયતે તુઘલકી ફરમાન આપ્યું છે. બંનેના વાળ કાપી નાઁખવામાં આવ્યા અને પુરુષને લોકોની સામે પેશાબ પીવા પર મજબૂર કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો કોઇએ રેકોર્ડ કરી લીધો અને હવે આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. આ બર્બરતાપૂર્વક ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લાની છે.

નાગૌર જિલ્લાના લાડનૂ તાલુકાના નિંબી જોધા ગામમાં કાલબેલિયા સમાજના એક પુરુષ તથા મહિલા સાથે બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા તથા પુરુષને નિર્દયતાપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો છે. સાથે જ બંનેના વાળ કાપી નાંખવામાં આવ્યા અને તેમનું મોઢુ કાળુ કરી દેવામાં આવ્યો. આ ઉપરાંત પુરુષને બોટલથી પેશાબ પીવડાવવામાં આવ્યો.

વીડિયો નાગૌર જિલ્લાના નિંબી જોધાનો છે. વીડિયોની પુષ્ટિ થવા પર એસપી ડૉ. વિકાસ પાઠક તથા એએસપી નિતિશ આર્ય, નિંબી જોધા પહોંચ્યા અને આ મામલો ગંભીરતાથી લેતા વીડિયોમાં જોવા મળી રહેલા લોકોની તપાસ કરીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. આ વીડિયો 2 દિવસ જૂનો છે. આ મામલો હજુ કોઇ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નતી પરંતુ અમાનવીય ઘટના ઘટવાના કારણે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ વાડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક મહિલા અને એક પુરુષ સાથે બર્બરતાપૂર્વક મારપીટ કરતાં લોકો નજરે આવી રહ્યાં છે. વીડિયોમાં મહિલા તથા પુરુષના વાળ કાપતો એક યુવક નજરે આવી રહ્યો છે. આ દરમિયાન પુરુષને બોટલમાં ભરીને પેશાબ પીવડાવવામાં આવી રહ્યો છે.

આ મામલે જાણવા મળી રહ્યું છે કે પુરુષ અને મહિલાને પ્રેમ પ્રકરણના કારણે કઢંગી હાલતમાં રંગે હાથ ઝડપવામાં આવ્યા છે. તે બાદ કાલબેલિયા સમાજના પંચો દ્વારા તુગલકી ફરમાન આપતા સજાનું એલાન કરવામાં આવ્યું જે બાદ ત્યાંના લોકોએ મહિલા અને પુરુષનું મોઢુ કાળુ કરીને તેમને ઢોર માર માર્યો.
Read Also
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…