GSTV

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: આજે ધારાસભ્યદળની બેઠક, સચિન પાયલટને પણ આમંત્રણ

ગેહલોત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય સંકટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ પૂર્ણ કરવા માટે મંગળવારે સવારે બેઠક બોલાવી છે. જેમાં સચિન પાયલટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય દળની એક બેઠક મંગળવારે સવારે 10 વાગ્યે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે સચિન પાયલટ અને તેમના સાથે અન્ય લોકોને ફરીથી આમંત્રિત કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના સમ્માન પરિવારની અંદર હોય છે.

પાયલટ

સચિન પાયલટને મનાવવા મંથન

રાજસ્થાનમાં સચિન પાયલટને મનાવવા માટે મંથન ચાલી રહ્યું છે. પહેલા જણાવવામાં આવ્યું કે, પાયલટને રાજી કરવા માટે પાર્ટીના ટોચના પાંચ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુંગોપલ, પી. ચિદંબરમ અને અહમદ પટેલે તેમની સાથે વાત કરી હતી પરંતુ આ વાત પર સચિન પાયલટે ઈનકાર કર્યો કે તેમની હાઈકમાન્ડ સાથે વાત નથી થઈ.

રાજસ્થાનમાં સરકાર બચાવવાની કવાયત વચ્ચે ગહેલોત સમર્થક ધારાસભ્યોની સંખ્યા એટલી જ છે કે જો એક બે ધારાસભ્યો અહીં-તહીં થયા તો રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સંકટમાં આવી જશે. તેથી કોંગ્રેસ પાર્ટી સચિન પાયલટને મનાવવાની સતત કોશિશ કરી રહ્યાં છે.

Read Also

Related posts

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!