GSTV
Home » News » VIDEO: કોંગ્રેસના નેતાને જાહેરમાં જમીન પર નાક ઘસીને માફી મંગાવી, જુઓ શું કર્યુ એવું

VIDEO: કોંગ્રેસના નેતાને જાહેરમાં જમીન પર નાક ઘસીને માફી મંગાવી, જુઓ શું કર્યુ એવું

લોકતંત્રની અસલ કમાન જનતાના હાથમાં હોય છે. આ ખાલી કહેવા પૂરતું નથી પરંતુ આ હકીકત પણ સાબિત થઈ છે. જો જનતા પોતાના પર આવી જાયને તો મોટા મોટા નેતા પણ પોતાનું નાક ઘસવા મજબૂર થઈ જાય. જી હા, આવી જ ઘટના રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં જોવા મળી. અહીં ભેમઈ-ઝોંસવા ક્ષેત્રમાં એક કોંગ્રેસ નેતાને લોકોની સામે જમીન પર નાક ઘસીને માફી માંગવી પડી.

હકીકતમાં, મંગળવારે ડુંગરપુરમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભગવતીલાલ રોત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની સભાથી પાછા ફરી રહ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભેમઈ ગામથી પસાર થતી વખતે રસ્તા કિનારે ચાર લોકો પર તેમની ગાડીથી કીચડ ઉછળ્યો હતો.

ત્યાર બાદ તેમણે બાઈકથી પીછો કરીને ભગવતીલાલ રોતને ઝોંસાવા ગામ પાસે રોકી લીધા. આ દરમ્યાન મોટો હંગામો થયો અને રોતને માફી માંગવા માટે મજબૂર કર્યા. જો કે આ દરમ્યાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગાં થયા હતા અને માફી ઉપરાંત તેમને જમીન પર નાક રગડવા માટે મજબૂર કર્યા હતા. પૂર્વ જિલ્લા પ્રમુખને રીતસર જમીન પર નાક ઘસીને માફી માંગવી પડી હતી.

આ સમગ્ર હંગામાને લોકોએ મોબાઈલથી વીડિયો પણ બનાવ્યો હતો અને જોત જોતામાં વાયરલ પણ થઈ ગયો હતો. કોંગ્રેસ નેતાની ગાડી પર લાગેલી નંબર પ્લેટ (RJ 27 UA 8103)ની આજુબાજુ તમામ રાજકીય બાયોડેટા પણ લાગેલો હતો. જેમાં પ્રતિપક્ષ જિલ્લા પરિષદ અને પૂર્વ જિલ્લા પ્રમુખ ડુંગરપુર અલગ કલરથી લખેલું હતું.

READ ALSO:

Related posts

મૌલાનાની આ માર્ચ ઈમરાનખાનના ખેલને કરી દેશે ખતમ, પીએમ પદની ખુરશીનું કાઇન્ટડાઉન શરૂ

Mansi Patel

ફરિયાદ નોંધાવી હતી 1 લાખ રૂપિયાની ચોરીની, પોલીસને રિકવરીમાં મળ્યા 70 લાખ…..

NIsha Patel

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!