GSTV

સિદ્ધુની તાજપોશીથી રાજસ્થાનમાં તેજ થઇ હિલચાલ, આવશે પાયલટ-ગેહલોત વિવાદનો અંત?

Last Updated on July 20, 2021 by Pritesh Mehta

પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેનો ખટરાગ ખતમ થયા બાદ હવે રાજસ્થાનમાં ચાલી રહેલા વિવાદનો વારો છે, જ્યાં કેટલાય મહિનાઓથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.

સિદ્ધુ

સિદ્ધુને પંજાબ કોંગ્રેસનું સુકાન મળ્યા બાદ હવે રાજસ્થાનમાં પણ હલચલ શરૂ થઇ ગઈ છે. આ દરમ્યાન રાજસ્થાનના પ્રભારી અજય માકને પણ અશોક ગેહલોતના એક ટ્વીટને રીટ્વીટ કરી દીધો હતો જેને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ હતી. ચર્ચા હતી કે હવે ગેહલોત વિરુદ્ધ પાયલટની લડાઈ પણ ટૂંક સમયમાં ખતમ થઇ જશે.

ગેહલોત

વાસ્તવમાં, ગત વર્ષે જયારે પાયલટ નારાજ હતા તો ગાંધી પરિવાર ઈચ્છતો હતો કે તેમનું કદ વધારવામાં આવે. પરંતુ, મુખ્ય મંત્રી અશોક ગેહલોતની જીદને કારણે રાજસ્થાન કોંગ્રેસનો ઝગડો જેનો તેમ પડ્યો રહ્યો. સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા બાદ હવે સચિન પાયલટ સમર્થક ધારાસભ્યોને પણ આશા જાગી ગઈ છે.

સૌથી વધુ ફજેતી અજય માકનની થઇ

એ સાચું છે કે આ વિવાદમાં સૌથી વધુ ફજેતી અજય માકનની થઇ છે જે છેલ્લા ડિસેમ્બરથી જ તારીખ પર તારીખ આપી રહ્યા છે. આ વખતે તો તેમને એ પણ કહી દીધું સિક્કે મંત્રીમંડળ વિસ્તાર માટે આવ્યો છું પરંતુ કઈ થયું નહીં.

ઉલ્ટા મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહી દીધું કે ડોક્ટરોએ કહ્યું છે કે કોરોના બાદ 2 મહિના સુધી તે કોઈને મળશે નહિ. સૂત્રો મુજબ ગેહલોત ના માકનથી ઇનર કરે છે ન તો સહમતી આપે છે. એટલે વિવાદને લટકાવી દે છે. હાઇકમાન્ડના ફોર્મ્યુલા અનુસાર સચિન પાયલર જૂથના 5 લોકોને એડજસ્ટ કરવાના છે. પાયલટ ગેહલોતને એટલું જ કહેતા કે અજય માકનને ગંભીરતાથી લેવા જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG NEWS: બેન્ક ડૂબી જશો તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!