રાજનીતિથી વધારે રોમાંચક છે સચિન પાયલટની લવસ્ટોરી, મુસ્લિમ યુવતીને આપ્યું હતુ દિલ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે, જેનો સંપૂર્ણ શ્રેય સચિન પાયલટને પણ અપાઇ રહ્યો છે. તેઓ મુખ્યપ્રધાન પદના દાવેદાર છે અને બની શકે છે કે કોંગ્રેસના નેતૃત્વમાં રાજસ્થાનમાં બનવા જઇ રહેલી સરકારના તેઓ વડા હોય. આવો જાણીએ સચિન પાયલટના અભ્યાસ અને તેમની લવસ્ટોરી અંગે.

સચિને પોતાનો અભ્યાસ એરફોર્સ બાળ ભારતી સ્કૂલ, નવી દિલ્હી અને દિલ્હી યૂનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી બીએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે ગાજિયાબાદના આઈ.એમ.ટીમાંથી માર્કેટિંગમાં ડિપ્લોમા કર્યુ. આગળના અભ્યાસ માટે તેઓ લંડન ચાલ્યા ગયાં ત્યાં તેમણે પેનસિલ્વેનિયા યૂનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.

લંડનમાં અભ્યાસ દરમ્યાન સચિનની મુલાકાત સારાહ અબ્દુલ્લાહ સાથે થઇ અને થોડાં દિવસો બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. અહીં જણાવવાનુ કે સારા કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાહની પુત્રી અને ઓમર અબ્દુલ્લાહની બહેન છે.

લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સચિન પાછા દિલ્હીમાં પરત આવ્યાં. તો સારા પોતાના અભ્યાસ માટે લંડનમાં જ હતી. બંને વચ્ચે આ અંતર આવ્યા બાદ પણ બંને વચ્ચે પ્રેમ સ્થિર રહ્યો હતો. બંને ઈ-મેલ અને ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતાં. બંનેએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને ત્યારબાદ બંનેએ પોતાના સંબંધ અંગે પોતાના પરિવારને જણાવવાનો નિર્ણય કર્યો.

સચિન અને સારાએ જ્યારે પોતાના પરિવારજનોને જણાવ્યું તો બંનેના પ્રેમની વચ્ચે ધર્મની દિવાલ ઉભી થઇ. એક તરફ સચિન હિંદુ પરિવારમાંથી આવતા હતા તો બીજી તરફ સારાનો પરિવાર મુસ્લિમ પરિવાર સાથે ઘરોબો ધરાવતો હતો.

સચિનના પરિવારે બંનેના લગ્ન માટે ઈનકાર કર્યો. તો સારા માટે પણ આ માર્ગ સરળ નહતો. અહેવાલ મુજબ, સારાના પિતા ફારૂખ અબ્દુલ્લાહે સારાને તેમની સાથે વાતચીત કરવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ સારાએ હાર માની નહીં. તેણે પોતાના પિતાને મનાવવા માટે બધા પ્રયાસ કર્યા. સારા કેટલાંક દિવસો સુધી રડી, પરંતુ તેના પિતા માન્યા નહીં.


બાદમાં સચિન અને સારાએ કોઇની પરવાહ કર્યા વગર જાન્યુઆરી 2004માં લગ્ન કર્યા હતાં. આ લગ્નમાં અબ્દુલ્લાના પરિવારનું કોઇ પણ સભ્ય સામેલ થયુ નહતું. સચિનના પરિવારે સારાને ખૂબ સાથ આપ્યો. સમય રહેતા અબ્દુલ્લાહના પરિવારે પણ બંનેના સંબંધનો સ્વીકાર કર્યો.

સચિને રાજનીતિમાં આવવાનું ક્યારેય પણ વિચાર્યુ નહતું

સચિને લગ્ન પહેલા રાજનીતિમાં પગલા મૂકવાનું ક્યારેય વિચાર્યુ નહતું. પરંતુ પિતા રાજેશ પાયલટની મોત બાદ તેમણે રાજનીતિમાં ઉતરવુ પડ્યુ. જે સમયે સચિને રાજનીતિના મેદાનમાં પ્રવેશ કર્યો તે સમયે તેમની ઉંમર ફક્ત 26 વર્ષ હતી. સચિને 2004ની લોકસભા ચૂંટણીમાં દૌસા (રાજસ્થાન) પરથી મોટી જીત પ્રાપ્ત કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter