GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રાજસ્થાન: જો હાઈકમાન્ડ બળવાખોરોને માફ કરશે તો હું પણ ગળે લગાવીશ, ગેહલોતે બતાવી દરિયાદિલી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બળવાખોર ધારાસભ્યો પર હવે ધીમે ધીમે સોફ્ટ થતાં દેખાય રહ્યા છે. હાલમાં જ તેમણે આપેલા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, જે લોકો સરકાર પાડવાના ષડયંત્રમાં સામેલ હતા, પણ જો તેઓ હાઈકમાન્ડ પાસે જાય અને હાઈકમાન્ડ જો તેમને માફ કરી દે, હું તેમને ગળે લગાવી લઈશ. મને પાર્ટીએ ઘણુ બધુ આપ્યુ છે. ત્રણ વાર મુખ્યમંત્રી રહ્યો, પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ રહ્યો, જે પણ કરી રહ્યો છું પાર્ટી અને જનતાની સેવા કરી રહ્યો છું. આમા મારુ કશું જ નથી.

લોકતંત્રને બચાવવાની વાત

ગેહલોતે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ ચૂંટાયેલી સરકારોને પાડવામાં લાગી છે અને લોકતંત્ર બચાવવા માટે અમારે આ બધુ કરવું પડે છે. આવુ બધુ કરતા અમને સારુ નથી લાગતું. હું વડાપ્રધાનને એક પત્ર લખી જણાવીશ કોરોના બાબતે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે ફરી એક વાર વાતચીત કરવામાં આવે.

અમિત શાહ પર પ્રહારો

મુખ્યમંત્રી ગેહલોતે જણાવ્યુ હતું કે, અમિત શાહનું નામ હું વારંવાર એટલા માટે લઉ છું કે, તેઓ ફોરફ્રન્ટ પર આવે છે. કર્ણાટકમાં પણ, એમપીમાં, ગોવામાં, મણિપુરમાં, અરુણાચલ પ્રદેશમાં…મજબૂરીમાં કહેવુ પડે છે કે, અમિત શાહજી આપને શું થઈ ગયુ ચે. તમે રાત દિવસ, સૂતા ઉઠતા બસ એજ વિચારો છો કે, કઈ રીતે હું સરકારને પાડી દઉ.

રાજસ્થાનમાં રાજકીય સંકટ

ચૂંટાયેલી સરકારને જો કોઈ પાડવા મથે તો પછી દેશમાં ડેમોક્રેસી ક્યાંથી બચશે. સમગ્ર દેશમાં લોકતંત્રને બચાવવા માટે અમે અભિયાન ચલાવીએ છીએ.સરકાર આવશે અને જશે, વ્યક્તિ પણ આવશે અને જશે પણ લોકતંત્ર બચવુ જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે, એક મહિનો થવા છતાં પણ રાજસ્થાનમાં રાજકીય સંકટ શાંત થતું નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોતનું સમર્થન કરનારા ધારાસભ્યોને જૈસલમૈરમાં શિફ્ટ કરાયા છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!