GSTV
Home » News » માયાવતીના ધારાસભ્યએ જ તેનો ભાંડો ફોડી નાખ્યો કહ્યું, રૂપિયાના બદલે આપે છે ટીકિટ

માયાવતીના ધારાસભ્યએ જ તેનો ભાંડો ફોડી નાખ્યો કહ્યું, રૂપિયાના બદલે આપે છે ટીકિટ

માયાવતીની બહુજન સમાજ પાર્ટીના એક ધારાસભ્યએ પોતાની જ પાર્ટી વિરૂદ્ધ એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. રાજસ્થાન વિધાનસભામાં BSPના ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાં રૂપીયા લઇને ટિકીટ આપવામાં આવે છે અને જો કોઇ વધારે રૂપીયા આપી દે તો પહેલાની ટિકીટ કટ કરીને બીજાને ટિકીટ મળે છે. રાજેન્દ્ર ગુઢા ઉદયપુરવાટીથી BSPના ધારાસભ્ય છે.

એમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાં રૂપીયા લઇને ટિકીટ આપવામાં આવે છે. કોઈ વધારે રૂપીયા આપી દે તો પહેલાની ટિકીટ કટ કરીને બીજાને ટિકીટ મળે છે. ત્રીજો કોઈ વધારે રૂપીયા આપી દે તો બીજા બન્નેની ટિકીટ કટ કરી નાખવામાં આવે છે. એમણે આગળ કહ્યું કે, ચૂંટણીમાં રૂપીયાની અસર થઇ રહીં છે. ગરીબ લોકો ચૂંટણી નથી લડી શકતા. પાર્ટીઓમાં ટિકીટ લેવા માટે રૂપીયા આપવા પડે છે. અમારી પાર્ટીમાં પણ આ બધું જોવા મળે છે.

આ પ્રથમ વખત નથી કે માયાવતી પર રૂપીયા લઈને ટિકીટ આપવાનો આરોપ લાગ્યો હોય. આ અગાઉ ઘણા નેતાઓએ BSP પર આ આરોપ લગાવ્યો છે. ગત વર્ષે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના પૂર્વ સભ્ય મુકુલ ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે, BSP સુપ્રીમો માયાવતીએ અલીગઢથી ટિકીટના બદલામાં એમની પાસેથી 5 કરોડ રૂપીયા માગ્યા હતા. વર્ષ 2016માં પાર્ટીના બે ધારાસભ્યએ રૂપીયા લઇને ટિકીટ આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, BSPએ હંમેશા આરોપોને ફગાવ્યા છે.

READ ALSO

Related posts

મોદી સરકારે બદલ્યો પેન્શનનો નિયમ, લાખો લોકોને મળશે ફાયદો

pratik shah

નિર્ભયા કેસ: ચારેય દોષીતોને એક સાથે કે અલગ અલગ ફાંસી ! 5 માર્ચ સુધી સુનાવણી મોકૂફ

Pravin Makwana

જેમની સલાહ વિના સરકાર પાણી પણ પીતી નથી એ કદાવર નેતાની ચકચારી કેસમાં થશે પૂછપરછ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!