GSTV

ભાજપનું એલાન: વિધાનસભામાં લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ, ગેહલોત સરકાર પાસે બહુમત નહીં હોવાનો કર્યો દાવો

રાજસ્થાનમાં આવતી કાલે ભાજપ અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. કાલથી રાજસ્થાન વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યુ છે. આ અગાઉ ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ બેઠકમાં આવતી કાલે રાજસ્થાનમાં અવિશ્વસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કરાયો હતો. આ બેઠકમાં ધારાસભ્યો પાસેથી પ્રસ્તાવને લઈ કરાર પણ કરાયો છે.

આવતી કાલે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

ભાજપનું કહેવુ છે કે, ગેહલોત પાસે સંખ્યા નથી. ગુલાબચંદ કટારીયાએ કહ્યુ હતું કે, ગેહલોત સરકાર હારી ગઈ છે. ધારાસભ્યો દળની બેઠકમાં 71 ધારાસભ્યો સામેલ થયા હતા. ભાજપની સહયોગી પાર્ટી આરએલપીના ત્રણ ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યુ હતું કે, સરકારમાં ઘણા મતભેદ છે. સંભાવના છે કે, વિધાનસભામાં મત લાવી શકે છે કે, પણ તેમ છતાં અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયાએ કહ્યુ હતું કે, પોતાના સહયોગીઓ સાથે આવતી કાલે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છીએ.

રાજસ્થાનમાં સીટોનું ગણિત

રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટ છે. બહુમત માટે 101 સીટની જરૂર પડે છે. વિધાનસભામાં કોંગ્રેસ પાસે 100 સીટોમાં જીત મેળવી હતી. ભાજપે 73 સીટ મેળવી છે. બસપાના 6 ઉમેદવારો ધારાસભ્યો છે. અન્યના ખાતામાં 20 સીટ આવી હતી. બાદ બસપાના 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા હતા.

સાંજે પાંચ વાગ્યો કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

આજ સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાને કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક થશે. આ અગાઉ મુખ્યમંત્રી ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે મુલાકાત થઈ શકે છે. પાયલોટની વાપસી બાદ આ પહેલી મુલાકાત હશે.

READ ALSO

Related posts

ગુજરાતીઓ પાસેથી સરકારે કોરોનાકાળમાં રૂપિયા 1600 કરોડ ખંખેરી લીધા, લોકોનાં ખિસ્સાં ખાલી કરી દીધા

Mansi Patel

નહીં ડ્રગ્સની રિકવરી, નહીં મેડિકલ ટેસ્ટ, તો પણ NCBના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે બોલિવૂડ સ્ટાર્સ

Mansi Patel

નોકરી છૂટી ગઈ છે તો મોદી સરકાર આપી રહી છે 3 મહિના સુધી અડધો પગાર, આ સ્કીમનો લાભ ઉઠાવો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!