રાજસ્થાનમાં સચિન પાયલોટ પાસે ધારાસભ્યો ન રહેતા, અશોક ગેહલોત સરકાર ઉપરનું સંકટ ટળી ગયું હતું. આવી સ્થિતિમાં, 14 ઓગસ્ટ 2020થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ગેહલોત સરકારના વિશ્વાસ પ્રસ્તાવ ઉપર મહોર લગાવવાનું નિશ્ચિત હતું. પરંતુ ભાજપે ગુરુવારે જાહેરાત કરી છે કે તે રાજ્યની કોંગ્રેસ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. જ્યારે આ પ્રસ્તાવ પસાર થાય એટલા ધારાસભ્યો પણ ભાજપ પાસે નથી. છતાં આવો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાં ભળી ગયેલા બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો મતદાન કરવાના છે.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે અને બહુમતી માટે 101 ધારાસભ્યોના ટેકાની જરૂર છે. સચિન પાયલોટના બળવા બાદ તેમની છાવણીના 19 ધારાસભ્યો તૂટીને કોંગ્રેસમાં ફરી જોડાયા છે. હવે પાર્ટીને 107 ધારાસભ્યો થયા છે. ગેહલોતે બે ધારાસભ્યોનું સસ્પેન્શન પણ પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસ પક્ષ પાસે 10 અપક્ષો છે. બે ભારતીય જનજાતિ પક્ષના એટલે કે બીટીપીના છે, સીપીઆઈ (એમ) ના એક ધારાસભ્ય છે. રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ કોંગ્રેસ સાથે છે. આમ કોંગ્રેસના મતોની સંખ્યા 121 છે. પાઇલટ કેમ્પના ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ કોંગ્રેસને મત આપે છે, તો કોંગ્રેસને 124 ધારાસભ્યોનો ટેકો મળશે. અહીં ભાજપ પાસે 76 ધારાસભ્યોના મત છે, જેમાં રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્યો અને અપક્ષનો ટેકો છે. આવી સ્થિતિમાં ભાજપનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તેમ નથી.
- રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ
- ‘મેં પણ હિંદુ ધર્મનો કર્યો છે અભ્યાસ, લોકોની હત્યા-મારપીટ કરવી હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નથી’