GSTV

રાજસ્થાનના બીકાનેરમાં 4.5ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી

Last Updated on October 13, 2019 by Mansi Patel

રાજસ્થાનના બીકાનેરમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીકાનેર જિલ્લામા અને તેની આસપાસના વિસ્તારમા રવિવારની સવારે 10:30 મિનિટે 34 સેંકડના ભૂકંપના વધુ તીવ્રતાવાળા આંચકા અનુભવાયા. જેના કારણે લોકો પોતાના ઘરમાથી બહાર નીકળી ગયા. લોકોએ એકબીજાને ફોન કરીને આ બાબતની જાણકારી આપી. જો કે હજુ સુધી આ બાબતે કોઈ જાનહાનિનું નુકસાન થયાની જાણકારી મળી નથી. 

બીકાનેરમા આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5ની જોવા મળી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે રહ્યુ. લોકોએ જણાવ્યુ કે ભૂકંપના આંચકા વધુ તીવ્રતાવાળા હતા. ઘરના પલંગ પણ હલી ગયા. રવિવારની રજા હોવાના કારણે લોકો સવારે ઘરમા જ હતા. જેના કારણે થોડી જ વારમા રસ્તા પર લોકોની ભીડ જમા થઇ ગઇ અને ભાગદોડ મચી ગઇ. 

બીકાનેર શહેર સાથે ખાજૂવાલા, સત્તાસર, છત્તરગઢ, કાલાસર અને નુરસર સાથે લગભગ અડધા ડઝન ગામમા ભૂકંપના આંચકા અનુભવાયા. વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે, ખોટી અફવાઓ પર ધ્યાન ન આપે અને સુરક્ષિત સ્થળે રહે. ઉલ્લેખનીય છે કે, ગયા મહીને જ રાજસ્થાનના ઝીઝીંનુ જિલ્લામા ભૂકંપના હળવા આંચકા અનુભવ્યા હતા.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!