GSTV

નિર્વસ્ત્ર હાલતમાં ભાગતી રહી ગેંગરેપ પીડિતા, જ્યારે અજાણ્યા શખ્સે કપડાં પહેરવા આપ્યાં તો…

રાજસ્થાનના ભીલવાડામાં 9 સપ્ટેમ્બરના રોજ થયેલા ગેંગરેપ બાદ કિશોરી પીડિતા એટલી ભયભીત હતી કે તે આશરે અડધો કિલોમીટર સુધી નિર્વસ્ત્ર હાલતમાં ભાગતી રહી. આ કિશોરી એક બાઇક પર બે શખ્સો સાથે મંદિર જઇ રહી હતી, તે જ સમયે રસ્તાના કિનારે દારૂ પી રહેલા આરોપીઓએ બાઇક થોભાવીને કિશોરીનું અપહરણ કર્ય, તેને ઢોર માર માર્યો, કપડા ફાડી નાંખ્યા અને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેના પર પૉક્સો એક્ટ અંતર્ગત ફાસ્ટ ટ્રેક અદાલતમાં કેસ ચાલશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગેંગરેપ બાદ પિડિતા એટલી ભયભીત હતી કે જ્યારે એક શખ્સે તેને પહેરવા માટે કપડા આપ્યાં ત્યારે તે રોકાવા પણ તૈયાર ન થઇ. થોડા સમય પછી જ્યારે તે થોભી ત્યારે તેને પહેરવા માટે કપડા આપવામાં આવ્યાં અને તે બાદ તે ઘરે પહોંચી.

દુકાનદાર પાસે માગી મદદ

પોલીસે જણાવ્યા અનુસાર જ્યારે આરોપી કિશોરીનું અપહરણ કરીને ખેતરમાં લઇ ગયાં તો તેનો મિત્ર ભાગીને પાસેના બજારમાં પહોંચ્યા અને દુકાનદાર પાસે મદદ માગી. તે બાદ લોકો મદદ માટે દોડ્યા. પોલીસનું કહેવું છે કે કિશોરીના ચહેરા પર ઇજાના નિશાન હતાં, તે તેના પર કરવામાં આવેલા અત્યાચારને વ્યક્ત કરે છે.

આરોપીઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસપોલીસે આરોપીઓની ઓળખ નારાયણ ગુજ્જર (40), કૈલાશ કહાર (24) અને રાજૂ કહાર (25) તરીકે કરીને તેમની ધરપકડ કરી છે. તેમના પર પૉક્સો ઉપરાંત ગેંગરેપ અને અનુસૂચિત જાતિ એક્ટ અંતર્ગત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. પોલીસે પીડિતા ઉપરાંત દુકાનદાર અને તેના મિત્રોના નિવેદન લીધાં છે.

Read Also

Related posts

તંત્રના વાંકે વિદ્યાર્થીઓને થયો ધરમનો ધક્કો, ક્લાર્કની પરિક્ષામાં કેન્દ્ર બદલી જતા વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો

Mayur

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!