GSTV

સેવાકાર્ય કરવું હોય તો કરો પણ સેલ્ફી ના લેતા નહીં તો થશે કાર્યવાહી, રાહતનો દેખાડો બંધ કરો

સેલ્ફી

Last Updated on April 15, 2020 by pratik shah

લોકડાઉન (Lockdown) વચ્ચે ગરીબો માટે બે ટંકા ખાવાના ફાંફા પડી ગયા છે. સરકાર તો પ્રયાસ કરી જ રહી છે પણ સેવાભાવી લોકો પણ ગરીબોને ભોજન પુરુ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે તેની સાથે એવું પણ જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો ગરીબોને રાહત આપતી વખતે સેલ્ફી લઈને તેના ફોટો સોશ્યલ મીડિયા પર મુકે છે અને રાહત આપવાનો દેખાડો કરે છે.

સેલ્ફી લેવા પર પ્રતિબંધ

જેને લઈને રાજસ્થાન સરકારે સેવાકાર્ય કરતી વખતે સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉપરાંત એવી સંસ્થાઓને પ્રોત્સાહન અપાશે જે વિતરણ કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ધ્યાન રાખતી હોય. મુખ્યમંત્રી ગહેલોતે જિલ્લા કલેકટરોને નિર્દશ આપ્યા છે કે, ગરીબોને રાહત આપતી વખતે લોકો સેલ્ફી ના લે તેનુ ધ્યાન રાખવામાં આવે. જેના પગલે જિલ્લા કલેકટરો હરકતમાં આવીને તેને લઈને આદેશ પણ બહાર પાડવા માંડયા છે.

Corona સામે લડવા લગાવવા સરકારે કરી છે આ તૈયારીઓ

ભારતમાં કોરોનાના વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે 24 કલાક દરમ્યાન કોરોનાના 1 હજાર 211 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે અત્યાર સુધીમાં કુલ 1 હજાર 36 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોરોના સામે લડવા અત્યાર સુધી 602 ખાસ હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે. જેમાં 1 લાખ 6 હજાર આઇસોલેશન બેડ અને 12 હજારથી વધુ આઇસીયુ બેડની સુવિધા છે. બીજી તરફ આઇસીએમઆરે જણાવ્યું કે અત્યારે આપણી પાસે જે કિટ છે તે 6 અઠવાડિયા સુધી ચાલી શકે છે. સાથે જ આપણને આરટી-પીસીઆર કિટની વધુ એક ખેપ મળવાથી આપણી પાસે પૂરતી સંખ્યામાં કિટ છે. આથી આપણે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકીશું. વળી ઓર્ડર કરેલી 37 લાખ જેટલી રેપિડ કિટ ગમે ત્યારે ભારતમાં પહોંચવાની આશા છે. બીજી તરફ ગૃહ મંત્રાલયે જણાવ્યું કે દેશના 80 કરોડ લોકોને સરકાર આગામી ત્રણ મહિના સુધી મફત રાશન આપશે.

Read Also

Related posts

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને પણ ડરી ગયા

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!