GSTV
Gujarat Government Advertisement

ગંભીર પરિસ્થિતિ / આ રાજ્યના ગામડાઓમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, એક બેડ પર બે દર્દી સારવાર હેઠળ

Last Updated on May 12, 2021 by Bansari

રાજસ્થાનમાં લોકડાઉન વચ્ચે બાડમેર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી છે. બાડમેરના બે હજાર જેટલા ગામડામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. પરિસ્થિતિ એટલી વિકટ બની કે, હોસ્પિટલમાં એક બેડ પર બે દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. તો કેટલીક હોસ્પિટલ એવી છે જ્યાં દર્દીઓને સારવાર માટે બેડ મળતા નથી. જેથી કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં બેડ વગર પણ સારવાર આપવામાં આવી રહી છે.

કોરોના

બાડમેરના ગામડામાં કોરોનાના કેસ એકા-એક વધતા સ્થાનિક આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ પાસે પુરતા પ્રમાણમાં મેડિકલના સાધનો ન હોવાનું પણ સામે આવ્યુ છે. ગામડાઓમાં કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે.

ગ્રામિણ વિસ્તારના લોકોની માગ છે કે, ગ્રામિણ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરી કોરોનાની સારવાર આપવામાં આવે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે બાડમેર જિલ્લાના 70 ટકા ગામમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. કેટલાક ગામડાઓને કન્ટેનમેન્ટ ઝોનમાં પણ મુકવામાં આવ્યા છે.

કોરોના

રાજસ્થાનમાં કોરોનાની સ્થિતિ

મંગળવારે રાજસ્થાનમાં 16080 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 13,198 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 198 દર્દી મોતને ભેટ્યા છે. રાજ્યમાં એક્ટિવક કેસની સંખ્યા 2,05,730એ પહોંચી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ડ્રેગનની ચાલ / ચીની સૈનિકોના કારણે સરહદ પર તણાવ, ભારતે ખોલી ચીનની પોલ

Zainul Ansari

રોકાણોની ટીપ્સ / જાણો આજથી 15, 20, 30 વર્ષ પછી 1 કરોડની કેટલી હશે કિંમત? રોકાણ કરતા પહેલા આ વસ્તુનું રાખો ધ્યાન

Vishvesh Dave

ધર્માંતરણ કેસ / ઉમર ગૌતમનું ઝાકિર નાઇક સાથેનું કનેક્શન આવ્યું સામે, UP ATSને મળી 33 લોકોની યાદી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!