GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સરકાર ઉથલાવો મિશન: ભાજપનો અસલી ચહેરો આવ્યો સામે, પૈસાના જોરે અહીં ધારાસભ્યો ખરીદી સરકારને ઘર ભેગી કરવાનું કાવતરૂ

રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતની સરકારને કથિત રીતે લંગડી કરી પાડી દેવાના મામલે ભાજપના અમુક નેતાઓના નામ સામે આવ્યા છે. રાજસ્થાન પોલીસે આ મામલે ભાજપના બે નેતાઓની અટકાયત પણ કરી છે. પૂછપરછ બાદ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમની ધરપકડ કરી છે.

કોલ રેકોર્ડિંગના આધારે લીધી એક્શન

રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદ-વેચાણને લઈ બ્યાવરના બે ભાજપી નેતાઓના નામ સામે આવ્યા છે. આ નેતાઓના નામ છે ભરત માલાની અને અશોક સિંહ. જેમને બ્યાવર ઉદયપુરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. રાજસ્થાન SOGના જણાવ્યા અનુસાર કોલ રેકોર્ડિંગથી ખબર પડી કે, તેઓ ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા.

ભાજપ નેતા ભરત માલાનીની ધરપકડ

આ ખુલાસા બાદ એસઓજીએ ભરત માલાનીને ધરપકડ કરી છે. હાલમાં જયપુરમાં તેમની સાથે પૂછપરછ થઈ રહી છે. ભરત માલાની રાજસ્થાન ભાજપમાં અનેક પદ પર કામ કરી ચુક્યા છે.

રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનું કાવતરૂ

એફઆઈઆર અનુસાર એવી વાત ફેલાવામાં આવી રહી છે કે, રાજસ્થાનના સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ત્યારે આવી સ્થિતીમાં અમુક તાકતો અપક્ષ અને કોંગ્રેસના અમુક ધારાસભ્યોને તોડીને સરકાર પાડવાનું કાવતરૂ ઘડી રહ્યા છે.આરોપ છે કે, ભાજપના નેતાઓ ધારાસભ્યોને પૈસાના જોરે લાલચ આપી પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજસ્થાન સ્પેશિયલ ગ્રુપ આ મામલે તપાસ કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!