GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અજમેરમાં લગ્ન કરવા ઇચ્છતા પ્રેમી યુગલને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મરાયો, વિડિયો વાયરલ

કલકત્તા મેટ્રોમાં કપલને ઢોર માર મરાયાની ઘટના તાજી જ છે તેવામાં રાજસ્થાનના અજમેરમાં યુગલને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં ભીડે એક પ્રેમી યુગલને નિર્દયતા પૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

આ ઘટના 24 એપ્રિલની છે જેનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે. મીડિયાના અહેવાલ અનુસાર યુવક-યુવતી બંને અલગ સમુદાયના હતા. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. જ્યારે આ વાતની જાણ સમુદાયના લોકોને થઇ તો તેમણે યુવકને કપડા ઉતારીને નિર્દયતાથી માર્યો અને અપશબ્દો કહ્યાં.

સાથે જ લોકોએ યુવતીને પણ ન છોડી. યુવતીને પણ લોકોએ ચંપલો માર્યા. યુવતી લોકોને વિનંતી કરતી રહી પરંતુ કરોઇને કંઇ ફરક ન પડ્યો. તે તેને ઢોર માર મારતા જ રહ્યા.

આ અંગે એસપી રાજેન્દ્ર સિંહે કહ્યું કે વિડિયો વાયરલ થયા બાદ આપણે ઘટના અંગે જાણ થઇ. અમે અલગ-અલગ કેસ દાખલ કર્યા છે અને તપાસ કરી રહ્યાં છીએ. દોષીઓની ધરપકડ કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

કોરોનાના કહેર વચ્ચે શિવસેનાને લાગ્યો મોટો ઝટકો, પાંચ કોર્પોરેટર સહિત અનેક પદાધિકારીઓ NCPમાં જોડાયા

Pravin Makwana

કેવી રીતે અને કેટલાં દિવસોમાં બની શકો છો તમે કરોડપતિ? જાણો આખી પ્રોસેસ

Mansi Patel

7th Pay Commission: આ રીતે થાય છે કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરી, ભથ્થા અને પીએફની ગણતરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!