GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

મારીને આવો કે મર્ડર કરીને આવો… અમે જોઈ લઈશું: સેમિનારમાં યુનિવર્સિટીના કુલપતિની સલાહ

ઉત્તરપ્રદેશમાં તાજેતરના દિવસોમાં કુલપતિ જ પોતાના સ્ટૂડન્ટ્સને ઝઘડો થવાની સ્થિતિમાં મર્ડર કરવાની સલાહ આપી રહ્યા છે. જૌનપુરની વીર બહાદૂરસિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીના કુલપતિ રાજરામ યાદવે એક સેમિનારમાં કહ્યુ છે કે જો પૂર્વાંચલ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ્સ છો, તો લડાઈ-ઝઘડામાં માર ખાઈને નહીં, પણ મારીને આવો અને જો તમારું ચાલે તો મર્ડર સુદ્ધાં કરી દો.

ગાઝીપુરની સત્યદેવ ડિગ્રી કોલેજમાં સેમિનારને સંબોધિત કરતા કુલપતિ રાજારામ યાદવે કહ્યુ છે કે યુવાન વિદ્યાર્થી એ જ હોય છે કે જે પહાડની શિલામાં પગ મારે, તો પાણીની ધારા વહેવા લાગે છે. તેને જ વિદ્યાર્થી કહેવામાં આવે છે. વિદ્યાર્થી પોતાના જીવનમાં જે પણ કોઈ સંકલ્પ લે છે તેને પોતાની આંખ સામે પૂર્ણ પણ કરે છે. તેને જ પૂર્વાંચલ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ કહી શકાય છે.

તેમણે કહ્યું છે કે જો તમે પૂર્વાંચલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો, તો ક્યારેય તેમની તેમની પાસે આવતા નહીં. જો કોઈની સાથે ઝઘડો થાય છે, તો તેને માર મારીને આવજો અને તમારું ચાલે તો મર્ડર કરીને આજો, બાદમાં તેઓ જોઈ લેશે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ યુપીના રાજ્યપાલ રામ નાઈકે રાજારામ યાદવને પૂર્વાંચલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કર્યા હતા. આ પહેલા રાજારામ યાદવ અલ્હાબાદ યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર હતા.

Read Also

Related posts

ગુજરાતના દરરોજ નોંધાય છે એટલા કેસ છતાં આ રાજ્યમાં 30મી જૂન સુધી લંબાવાયું લોકડાઉન

Ankita Trada

જાપાનમાં 6 શહેરોમાંથી ‘ઇમર્જન્સી’ હટી, ગુજરાતના જેટલા નોંધાયા કેસ

Dilip Patel

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન ભારે પડી જશે, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે ના લેતા!

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!