GSTV
Home » News » પીએમ મોદીના વતનમાં આ મહિલાએ 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું

પીએમ મોદીના વતનમાં આ મહિલાએ 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું

પ્લાસ્ટિક મુક્ત ભારત જનજાગૃતિ અભિયાન અંતર્ગત નીકળેલી રાજલક્ષ્મી મંડા વડનગર પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાજલક્ષ્મીએ પોતાના હાથથી 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ભારત જન જાગૃતિ અભિયાન અંતર્ગત બુલેટ લઈને મહિલા દિલ્હીથી વડનગર આજે 5 દીવસે પહોંચી હતી. તા.15 સપ્ટેમ્બરે દિલ્હીથી નીકળેલ શ્રીમતી રાજલક્ષ્મી મંડા વડનગર આજે પહોંચતા તેને શહેરીજનો દ્વારા વાજતે ગાજતે વધાવવામાં આવી હતી. આ બાઈક 4 રાજ્યોમાંથી 5 દિવસમાં પસાર થઈને આજે આ મહિલા વડનગર પહોચી હતી. સાથે મહિલા રાજલક્ષ્મીએ પોતાના હાથથી 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું છે.

શ્રીમતી રાજલક્ષ્મી મંડા આજે વડનગર પહોંચતા તેમનું વડાપ્રધાનના ભાઈ અને સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી તેમજ જિલ્લા કલેકટરના હસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજલક્ષ્મી મંડા બુલેટ લઈને 4 રાજ્યોમાંથી પસાર થઈને આજે સવારે વડનગર પહોંચી હતી. જેમના સન્માનમાં રેલી અને સભા યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, રાજલક્ષ્મીએ પોતાના હાથથી 9.5 ટનનું વાહન ખેંચીને વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવેલ છે. અને આજે વડનગરમાં રાજલક્ષ્મીએ આઇસર ટ્રક ખેંચી હતી. જે લોકોમાં આકર્ષણ ની કેન્દ્ર બની હતી.

READ ALSO

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!