GSTV
Home » News » પાકિસ્તાનમાં ભારતના આ મહાન યૌદ્ધાની પ્રતિમાને કરવામાં આવી ખંડિત, હાથ તોડી નાખવામાં આવ્યો

પાકિસ્તાનમાં ભારતના આ મહાન યૌદ્ધાની પ્રતિમાને કરવામાં આવી ખંડિત, હાથ તોડી નાખવામાં આવ્યો

શનિવારે લાહોરમાં ભારતના મહાન યૌદ્ધામાં જેની ગણના થાય છે તેવા મહારાજા રણજીત સિંહની પ્રતિમાને ખંડિત કરી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે મુલાકાતીઓ માટે કિલ્લો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. બે લોકોએ લાકડાનું હથિયાર લઈ આ પ્રતિમાને ધ્વંસ કરવા તરફ આગળ વધ્યા હતા.

થોડી વારમાં જ આસપાસના લોકો કંઈ સમજે વિચારે એ પહેલા લાકડા દ્રારા પ્રતિમાને ખંડિત કરવા લાગ્યા હતા. પરિણામે મહારાજા રણજીત સિંહની પ્રતિમાનો એક હાથ તૂટી ગયો હતો. જ્યારે અન્ય કેટલાક ભાગો પણ ખંડિત થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ ધસી ગયો હતો અને બંન્ને લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. મૂર્તિ ખંડિત કર્યાની આ બંન્ને લોકો ઉજવણી કરી રહ્યા હતા. ઉપરથી જોર જોરથી નારા લગાવી રહ્યા હતા.

બાદમાં સિક્યોરિટી ગાર્ડે આ બંન્નેને પોલીસના હવાલે કરી દીધા હતાં અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સિક્યુરીટી ઓફ પોલીસ સૈયદ શાહે આ અંગે જણાવ્યું હતું કે, ધાર્મિકતાના આધારે આ બંન્ને લોકોએ મૂર્તિ પર હુમલો કર્યો હતો. વધુમાં ઈન્વેસ્ટિગેશન કરતા તેમણે દાવો કર્યો હતો કે, તેઓ મહારાજા રણજીત સિંહની જગ્યાએ મહેમુદ ગઝનીની પ્રતિમાને લગાવવા માગતા હતા.

મહારાજા રણજીત સિંહની આ પ્રતિમા 27 જૂનના રોજ લાહોર કિલ્લાના માલિ જિન્દા હવેલીમાં લગાવવામાં આવી હતી. આ પ્રતિમા એ સમયે લગાવવામાં આવી હતી જ્યારે મહારાજા રણજીત સિંહની 180મી જન્મજયંતિ હતી. આ મૂર્તિ વિશે જણાવીએ તો તે 9 ફૂટ ઉંચી છે. ધાતુ દ્રારા બનાવવામાં આવી છે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!