GSTV
breaking news Crime India News ટોપ સ્ટોરી

રાજા માનસિંહ હત્યા કેસ: 11 પોલીસકર્મીઓ દોષી ઠર્યા, આજે જાહેર થશે સજા, સરકારે મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા

રાજસ્થાનના પ્રખ્યાત રાજા માનસિંહ હત્યા કેસમાં મથુરાની સીબીઆઈ કોર્ટે 11 લોકોને દોષી ઠેરવ્યા છે. કોર્ટે આમાં 3 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. 35 વર્ષ બાદ કોર્ટે રાજા માનસિંહ, હરિસિંહ અને સુમેરસિંહ હત્યાના કેસમાં કુલ 18 આરોપીઓમાંથી 11ને દોષી ઠેરવ્યા છે. મથુરાની જિલ્લા ન્યાયાધીશ સાધના રાની આવતીકાલે આ કેસમાં સજા સંભળાવશે. આમાં 4 પોલીસકર્મીનાં મોત થઈ ગયા છે. ભરતપુર શાહી પરિવારના સભ્ય, રાજા માન સિંઘ અપક્ષ ધારાસભ્ય હતા, પરંતુ આ ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસ પક્ષે નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી વિજેન્દ્રસિંહને તેમની સામે ટિકિટ આપીને રાજા માનસિંહ સામે મેદાનમાં ઉતાર્યા હતા.

20 ફેબ્રુઆરી 1985 ના રોજ, કોંગ્રેસના કાર્યકરોએ રાજા માનસિંહના પોસ્ટર ફ્લેગો અને બેનરો ફાડી નાખ્યા. કોંગ્રેસ શાસિત સરકારના મુખ્યમંત્રી શિવચરણ માથુર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાને સંબોધન કરવા હેલિકોપ્ટરમાં ડીગ પહોંચ્યા હતા, ત્યારે રાજા માન સિંહ પોતાની જીપ સાથે સ્થળ પર પહોંચ્યા અને સ્ટેજ તોડી નાખ્યું. તે પછી મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર પણ તેમની જીપથી તોડી નાંખ્યું હતું, ત્યારબાદ આ વિસ્તારમાં તંગદિલી સર્જાઇ હતી અને પોલીસે કર્ફ્યુ પણ લગાવી દીધો હતો. જેમાં હત્યા થઈ હતી.

રાજા માનસિંહ ખેડૂતોમાં રાજાના નામથી જાણીતા હતા, તેઓએ રાજસ્થાનના તત્કાલીન મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટર અને મંચને પોતાની જીપથી ટક્કર મારી દીધી હતી અને મંચને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસકર્મીઓએ તેમના પર ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના 1985માં બની હતી, 35 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે અને બુધવારે બધા જ અપરાધીઓને સજા સંભળાવવામાં આવશે. રાજા માનસિંહનું પોલીસે ફેક એન્કાઉન્ટર કર્યું હતું, જે પોલીસકર્મીઓ આ કેસમાં દોષી જાહેર કરાયા છે તેમાં સીઓ કાનસિંહ ભાટી, વિરેન્દ્ર સિંહ સહિત 11 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

હત્યાકાંડ થયો તે બાદ રાજા માનસિંહના જમાઇ વિજયસિંહે હત્યાના આરોપી પોલીસકર્મીઓની સામે કેસ દાખલ કર્યો હતો. સમગ્ર મામલો જયપુર સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો પણ પીડિત પક્ષ દ્વારા રજુઆત કરાતા મામલાને 1990માં મથૂરાની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યાં આટલા વર્ષોથી આ કેસ પેન્ડિંગ રહ્યો અને અંતે 35 વર્ષ બાદ તેનો ચુકાદો આવ્યો છે. રાજા માનસિંહની સાથે ઠાકુર સુમ્મેર સિંહ, હરી સિંહની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી કેમ કે રાજા માનસિંહની હત્યા બાદ લોકોમાં એટલો રોષ હતો કે રાજસ્થાનના મુખ્ય પ્રધાનને જ બદલી નાખવા પડયા હતા.

તે સમયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન શિવચરણ માથુર હતા અને કોંગ્રેસ હાઇકમાન્ડે હીરાલાલ દેવપુરીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. રાજા માનસિંહના પરિવારે હાર નહોતી માની અને આટલા વર્ષો સુધી તેઓ કેસ લડતા રહ્યા. જોકે જે પોલીસકર્મીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે તેઓમાંથી ઘણા નિવૃત થઇ ગયા હશે અને કેટલાક વૃદ્ધાવસૃથામાં પણ પ્રવેશ કરી ચુક્યા હશે.

માનસિંહે મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટર-મંચને જીપની ટક્કર મારી હતી

રાજસ્થાનના ભરતપુરના મહારાજા કૃષ્ણકુમારસિંહના પુત્ર માનસિંહ ફરી ચર્ચામાં છે. માનસિંહે રાજસ્થાનના તત્કાલીન મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટર અને મંચને પોતાની રોયલ જીપથી ટક્કર મારી હતી મંચને તોડી નાખ્યો હતો. જે બાદ જ્યારે તેઓ આત્મસમર્પણ કરવા જઇ રહ્યા હતા ત્યારે જ તેમની પોલીસે હત્યા કરી નાખી હતી.

લંડનમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ભારત આવેલા માનસિંહે 1951માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને અપક્ષ ઉમેદવાર તરીકે વર્ષો સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા. તેઓ એટલા લોકપ્રિય હતા કે કોઇ પણ પક્ષ વગર ચૂંટણી જીતી જતા હતા. 1985માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી હતી જે દરમિયાન તેઓ ફરી મેદાનમાં હતા.

કોંગ્રેસે તેમની વિરૂદ્ધમાં ડીંગ મત વિસ્તારમાં નિવૃત આઇએએસ અિધકારી બૃજેંદ્રસિંહને ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો જે દરમિયાન રાજા માનસિંહનો પોતાનો જંડો હતો જેને તેઓના પ્રતિક તરીકે પણ તેઓ ઉપયોગ કરતા હતા, આ ઝંડાને તેઓએ પોતાના મત વિસ્તારમાં લગાવ્યા હતા. જેને કોંગ્રેસના સમર્થકોએ ઉતારી નાખ્યા હતા અને ઝંડાનું અપમાન પણ કર્યું હતું.

ઝંડાના અપમાનથી ગુસ્સે ભરાયેલા માનસિંહે તે સમયના કોંગ્રેસના મુખ્ય પ્રધાન શિવચરણ માથુરના હેલિકોપ્ટર સાથે પોતાની જીપની ટક્કર મારી હતી. જે બાદ તેઓ મુખ્ય પ્રધાનના મંચ પાસે જીપ લઇને પહોંચી ગયા હતા અને તેને પણ તોડી નાખ્યો હતો.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV