GSTV
Home » News » રાજ ઠાકરે દિલ્હીમાં કોઈને મળવા નથી જતા એટલે રાહુલ મુંબઈ તેમને મળવા જશે!

રાજ ઠાકરે દિલ્હીમાં કોઈને મળવા નથી જતા એટલે રાહુલ મુંબઈ તેમને મળવા જશે!

તો આ તરફ મુંબઈ અને દિલ્હીના બે રાજનીતિક સરતાજ એક સાથે જોવા મળી શકે છે. આ બે વ્યક્તિ એટલે રાહુલ ગાંધી અને રાજ ઠાકરેની વાત છે. એક સમયે બાળાસાહેબ ઠાકરેની સાથે રહી શિવસેનામાં પોતાનો સમય આપનાર રાજ ઠાકરે હાલતો મહારાષ્ટ્ર નવનિર્માણ નામની પોતાની જ રાજકીય પાર્ટી સંભાળી રહ્યા છે. અને આજે પણ તેમનો મિજાજ બાળાસાહેબ ઠાકરે જેવો છે. ત્યારે રાજ ઠાકરેના ઘરે દિકરા અમિત ઠાકરેનો લગ્ન પ્રસંગ છે. જેના માટે રાજે પોતાના કાકાના ભાઈ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું હતું જેના સમાચાર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

તો બીજી તરફ એક સમાચાર એવા પણ ફરતા થયા છે. કે રાહુલ ગાંધીને પણ રાજ ઠાકરે આમંત્રણ આપી શકે છે. જો રાહુલ ગાંધીને આમંત્રણ આપે અને જો રાહુલ ગાંધી તેમના આમંત્રણનો સ્વીકાર કરે તો પછી રાજકીય ચર્ચાઓને વેગ મળી શકે છે. પણ હજુ સુધી તો કોઈ ચોક્કસ સમાચાર સામે આવ્યા નથી. પણ એક સમયે ખુદ રાજ ઠાકરેએ અનેક જગ્યાએ નરેન્દ્ર મોદીને PM બનાવવા જોઈએ તેવી વાતો કહી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ ઠાકરે મોદીજીની ટિપ્પણી કરી રહ્યા હોઈ છે. સાથે રાહુલ ગાંધી વિશે કેટલીક સારી બાબતોનો ઉલ્લેખ કરતા હોઈ તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે શું રાજ ઠાકરેના દિકરાના લગ્નમાંથી કોઈ નવો રાજકીય ગલીયારો સર્જાઈ શકે છે. તે તો આગામી સમયમાં જોવી રહ્યું.

Related posts

ખાડીના દેશમાં પહોંચેલા કોરોના વાયરસે સાંસદનો ભોગ લીધો, ઈરાનના સ્વાસ્થ્ય મંત્રી પણ ઝપટમાં

Pravin Makwana

કોરોનાએ અરબપતિઓના 32 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, કેટલાક નામથી તો તમે પણ હશો અજાણ

Karan

ડીએમએ સીડીઓ પર બેસી વૃદ્ધાની સમસ્યાનું કર્યુ સમાધાન, દ્રશ્ય જોઈ સૌ કોઈ થયા ભાવુક

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!