GSTV

રાજ ઠાકરેની ઇ.ડીએ નવ કલાક સુધી આકરી પૂછપરછ કરી

કોહિનૂર મિલ ક્રમાંક-3 ખરીદીમાં કથિત ગેરવ્યવહારના મુદ્દે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના (મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેની ઇ.ડી.ની (એન્ફોર્સમેન્ટ  ડીરેક્ટોરેટ) કચેરીમાં આજે લગભગ નવ કલાક સુધી ઝીણવટભરી તપાસ કરાઇ હતી. એમાં 35 પ્રશ્નો પૂછાયા હતા. હવે આવતીકાલે ઇ.ડીએ તેમને પૂછપરછ માટે પાછા બોલાવ્યા નથી. પરંતુ આવશ્યક્તા હશે તો જરૂરથી ઇ.ડી તપાસ માટે રાજ ઠાકરેને બોલાવવામાં આવશે, આથી રાજ ઠાકરેને રાહત મળી છે એવું જાણવા મળ્યું છે.

ઇ.ડીના અધિકારીઓએ કરેલી તપાસમાં રાજ ઠાકરેએ સંપૂર્ણ સહકાર આપ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે ઇ.ડીની કચેરીમાંથી રાતે 8.30 વાગ્યા બાદ સ્મિત સાથે રાજ ઠાકરે બહાર આવ્યા હતા. પણ પત્રકારો સાથે તેમણે ચૂપકીદી સેવી હતી. તેમણે પત્રકાર સાથે સંવાદ કરવાનો ઇન્કાર કર્યો હતો. અને સીધા કારમાં બેસીને ઘર તરફ રવાના થયા હતાં.

રાજ ઠાકરે ઇ.ડીની કચેરીમાં સવારે 11.30 વાગ્યે પરિવાર સાથે ગયા હતા. પણ ઇ.ડીની કચેરીમાં રાજ ઠાકરે એકલા ગયા હતા. પણ તેમનો પરિવાર નજીકમાં આવેલી હોટેલમાં રહ્યો હતો. જો કે બપોરના સમયે રાજ ઠાકરેને તેમના ઘરનું જમવાનું ટીફીન મોકલવામાં આવ્યું હતું. જો કે ઇ.ડીના અધિકારીઓએ રાજ ઠાકરેની પૂછપરછ લગભગ નવ કલાક સુધી કરી હતી. ઇ.ડીની કચેરીની બહારમાંથી રાતે 8.30 વાગે બહાર નીકળતા તેમના ચહેરા પર સ્મિત હાસ્ય કર્યું હતું. પ્રસાર માધ્યમ સાથે સાવંદ કર્યા વગર સડસડાટ ઘર તરફ રવાના થયા હતાં.

દરમિયાન તે વેળા ઇ.ડીના અમુક અધિકારીઓ કચેરીની બહાર આવ્યા હતા. ત્યારે પત્રકારોએ અધિકારી સામે પ્રશ્નોની જડી વરસાવી હતી. એમાં આવતીકાલે રાજ ઠાકરેને તપાસ માટે બોલાવશો? ત્યારે અધિકારીઓએ સાફ ના પાડી હતી. આથી રાજ ઠાકરેને મોટી રાહત મળી એવું કહેવામાં આવે છે. આ અગાઉ કોહિનૂર મિલ પ્રકરણે ઉન્મેશ જોશી તથા રાજન શિરોડકરની બે વખત તપાસ થઇ હતી. આથી રાજ ઠાકરેને બીજા દિવસે તપાસ માટે બોલાવશે એવી અટકળો હતી.

READ ALSO

Related posts

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!