GSTV

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ/ સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત, પુરાવા નષ્ટ કરતો રોકવા કરાઈ હતી કુન્દ્રાની ધરપકડ

રાજ કુંદ્રા

Last Updated on August 1, 2021 by Damini Patel

પોર્નોગ્રાફીનું નિર્માણ અને એપ દ્વારા તેનું પ્રસારણ કરવાના આરોપસર પોતાની સામે કરેલી કાર્યવાહીને પડકારતી રાજ કુંદ્રાની અરજી પર શનિવારે હાઈકોર્ટમાં દલીલો થઈ હતી. વરિષ્ઠ સરકારી વકિલ અરૂણા પાઈએ અદાલતમાં પોલીસની બાજુ રજૂ કરી હતી. રાજ કુંદ્રાની અરજી પર ગયા સુપ્તાહે તેના વકિલ આબાદ પોંડાએ દલીલો રજૂ કરી હતી.

આના પછી શનિવારે સરાકરી વકિસલ પાઈએ પોલીસ વતી દલીલો રજૂ કરવાનું શરૂ કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગમાં ટેક્નિકલ ખરાબી થતાં પાઈ પોતાની વાાત રજૂ કરી શક્યા નહોતા. આથી કોર્ટે આ બાબતની સુનાવણી સોમવાર પર મોકૂફ રાખી હતી અને સોમવારે આ બાબતે પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવશે એમ સર્વસંમતિથી નક્કી કરાયું હતું.

રાજ કુંદ્રા અને આઈટીના હેડ રેયાન થોર્પે સામે આરોપ

રાજ

સરાકરી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે પાંચ ફેબુ્રઆરી 2021ના રોજ મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાઈ હતી અને ત્યાર બાદ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ નવ આરોપી સામે ત્રીજી એપ્રિલે આરોપનામું દાખલ કરાયું હતું. પાઈએ જણાવ્યું હતું કેે રાજ કુંદ્રા અને આઈટીના હેડ રેયાન થોર્પે સામે ગંભીર ગુનામાં સામેલ હોવાનો આરોપ છે.

બંને વિડિયો બનાવીને હોટશોટ્સ એપ અને બોલીફેમ એપ સ્ટ્રીમિંગ માટે અપલોડ કરતા હતા આ બંને એપ પરથી 51 મુવી જપ્ત કરાઈ છે. વધુમાં તેમણે કોર્ટને જણાવ્યું હતું કે બંનેના પર્સનલ લેપટોપ અન અન્ય ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા છે. 19 જુલાઈએ રાજ અને રેયાન સામે તેમની ઓફિસની તપાસ કરવામાં આવી હતી.

મોકલવામાં આવી હતી નોટિસ

અમને હોટશોટ્સ એપ પર કુંદ્રાના બનેવી પ્રદીપ બક્સીને મોકલવામાં આવેલી મેઈલ મળી હતી. બક્સી યુકેમાં કેનરિન પ્રા. લિ.નો માલિક છે. રાજને કાયદેસર નોટિસ મોકલવાઈ હતી, પણ તેણે સ્વીકારી નહોતી. નોટિસમાં રાજને તપાસમાં સહયોગ કરવાનું જણાવાતાં તેણે વોટ્સએપ ચેટ અને પુરાવા દૂર કરવા માડયા હતા.

અરૂણા પાઈએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આરોપી પુરાવા દૂર કરવા લાગે તો તપાસ એજન્સીએ મુકદર્શક બની શકે નહીં અને આરોપીને રોકવાનું જરૂરી બને છે. પુરાવા નષ્ટ કરવાથી રોકવા માટે રાજની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ પાઈ તરફથી વિડિયો કોન્ફરન્સિંગમાં ટેક્નિકલ સમસ્યા આવતાં ન્યા. ગડકરીએ આ બાબતની સુનાવણી સ્થગિત કરીને સોમવાર પર મોકૂફ રાખી હતી.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!