GSTV

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

શર્લિન ચોપરા અને ગહના વશિષ્ઠની પણ પૂછપરછ કરાઈ

Last Updated on July 27, 2021 by pratik shah

અશ્લીલ ફિલ્મ મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરતે કાયદાનો ગાળીયો વધુને વધુ મજબૂત બની રહ્યો છે. મળતી માહિતી મુજબ અશ્લીલ ફિલ્મ મામલે રાજ કુંદ્રાને 14 દિવસની જેલની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુંદ્રાને 19 જુલાઈની રાત્રે ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. ત્યાર બાદ કોર્ટે પહેલા રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, ત્યાર પછી તેમની કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધી કરવામાં આવી હતી. આજે કોર્ટે તેમને જેલ કસ્ટ્ડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

કોર્ટમાં પોલીસનું નિવેદન

  • પોલીસે કોર્ટેમાં જણાવ્યું કે રાજ કુંદ્રાના સિટી બેન્ક અને કોટ મહિંદ્વા બેન્કના ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. કોટક મહિન્દ્રા બેન્કમાં 1 કરોડ 13 લાખ રૂપિયા જમા છે.
  • ક્રાઈમ બ્રાન્ચે આ કેસ સાથે જોડાયેલા તમામ તે વિક્ટિમ્સને અપીલ કરી છે જે હજુ સુધી સામે નથી આવ્યા.
  • એક વિક્ટિમ 26 જુલાઈનાં રોજ ક્રાઈમ બ્રાન્ચની ,સામે આવી છે, અને તેણે તેનું નિવેદન પણ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આપ્યું છે.
  • પોલીસે એપ્પલ સ્ટોરથી હાટશાટની જાણકારી માંગીતો જાણવા મળ્યું કે તેના દ્વરા 1.64 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. ગૂગલથી પણ પેમેન્ટની જાણકારી હજું પણ બાકી છે.
  • 24 જુલાઈ એ જે દરોડા કુંદ્રાની ઓફિસ પર કરવામાં આવ્યા તેમાં ફોરેન ટ્રાંસિક્શન્સ સાથે જોડાયેલી ફાઈલો પણ મળી આવી છે.
  • રાજ કુંદ્રાના મોબાઈલ અને રાયનનાMac Bookથી Hotshotsના રેવન્યુ અને પેમેન્ટ સાથે જોડાયેલી ચેટ્સ મળી આવી છે.
શિલ્પા

રાજ કુંદ્રા સહિત 10ની ધરપકડ

તમને જણાવી દઈએ કે આ મામલામાં અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી રાજ કુંદ્રા સહિત 10 લોકોને અશ્લીલ ફિલ્મના નિર્માણ માં કથિત રીતે જોડાયેલા અને તેમણે મોબાઈલ એપના માધ્યમથી પ્રસારીત કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

રાજ કુન્દ્રાની અઢળક કમાણીથી શિલ્પા શેટ્ટી મહારાણી જેવું વૈભવી જીવન જીવતી હતી.રાજ કુન્દ્રાએ શિલ્પાને ખુશ અને રાજી રાખવા માટે પુષ્કળ નાણા વાપર્યા છે. શિલ્પાને વૈભવી અને પેલેસ જેવા ઘરનો બહુ શોખ હોવાથી રાજ તેને દેશ-વિદેશમાં એક પછી એક ઘર ભેટ આપતો હતો.

બંગલાની કિંમત ૯૦ થી ૧૦૦ કરોડ

રાજ

મુંબઇમાં શિલ્પાનો જુહુના દરિયા કિનારે આવેલો કિનારા બંગલો છે. શિલ્પા-રાજના આ બંગલાને મેન્શન અથવા તો પેલેસ કહેવામાં આવે તો પણ ખોટું નથી. લગ્ન પછી રાજએ શિલ્પાને આ બંગલો ભેટ આપ્યો હતો. એક રિપોર્ટના અનુસાર આજે આ બંગલાની કિંમત ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ ઘરમાં પ્રાઇવેટ જીમ, સ્વિમિંગ પુલ, ગાર્ડન એરિયા તથા અન્ય લકઝરી સુવિધાઓ છે.

લંડનના વેયબ્રિજમાં શિલ્નો એક શાનદાર હોલીડે હોમ છે. વેયબ્રિજના સેન્ટ જ્યોજ હિલ પર આ આલીશાન બંગલો રાજમહેલ સમાન છે. શિલ્પા સાથે લગ્ન કરતા પહેલા રાજે આ બંગલાને ખરીદ્યો હતો. સાત રૂમ અન ેવૈભવી સુવિધાઓ ધરાવતો આ બંગલો શિલ્પાને પોતાના બધા ઘર કરતા વધુ પ્રિય છે. જેમાં ગરમ પાણીનો ઇનડોર સ્વિમિંગ પુલ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!