GSTV

અશ્લિલ ફિલ્મ/ રાજ કુંદ્રાની ધરપકડ બાદ વાયરલ થઈ રહ્યા છે જૂના Tweet, શિલ્પા શેટ્ટી સામે પણ આ મોડલે કર્યા છે ચોંકાવનારા ખુલાસા

Last Updated on July 21, 2021 by pratik shah

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે અશ્લીલ ફિલ્મો બનાવવી અને તેને પબ્લિશ કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કુન્દ્રા વિરુદ્ધ ગત 19 જુલાઈના રોજ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તેને મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો છે. આ મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આવી ઘટનામાં મોટે ભાગે આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે. જો કોર્ટ આરોપીને દોષી જાહેર કરે છે તો તેને કેટલાક વર્ષ જેલમાં રહેવું પડી શકે છે.

રાજકુંદ્રા પર આઈટી અધિનિયમનની સંબધિત ધારાઓ અને મહિલાઓના અશ્લિલ પ્રતિનિધિત્વના અધિનિયમ સિવાય આઈપીસીની ધારા 420, 34, 292 અને 293 (અશ્લિલ અને અશ્લીલ જાહેરાતો અને પ્રદર્શનથી સંબધિત) અંતર્ગત મામલો દાખલ કર્યો છે. કુંદ્રાએ બોલિવુડની અભિનેત્રી શિલ્પાશેટ્ટી સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે.

તેની ધરપકડ બાદ હવે તેનું એક જૂનું ટ્વીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યું છે. ટ્વીટ ઘણું જ વાંધા જનક છે. પોતાના આ ટ્વીટમાં પો*નોગ્રાફી અને વૈશ્યાવૃત્તિ વચ્ચે સરખામણી કરવામાં આવી છે.

આ પહેલા તેણે કવિતા કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક પુત્રી પણ થઈ છે. અહેવાલો અનુસાર આ કૌભાંડ આ વર્ષે ફેબ્રુઆરીમાં બહાર આવ્યું હતું, જ્યારે એક મહિલાએ મુંબઇ પોલીસનો સંપર્ક કર્યો હતો અને કુંદ્રા પર આરોપ લગાવ્યો હતો કે તેઓ યુવક-યુવતીઓને વેબ સિરીઝમાં ભૂમિકા આપવાના બહાને લલચાવે છે, અને તેમને અશ્લીલ ફિલ્મો બનાવવા માટે મજબૂર કરે છે. ત્યારબાદ, માલાડ (પશ્ચિમ) ના મેડ વિસ્તારમાં આવેલા બંગલા પર પ્રોપર્ટી સેલે દરોડો પાડ્યો હતો અને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું

મુંબઈ પોલીસ તરફથી અધિકારીક નિવેદનમાં કહેવાયું છે. જેમાં રાજ કુંદ્રાની ધરપકડની પુષ્ટિ કરી છે. આ કેસમાં તેને મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે. જો કે એ તો કોર્ટ નક્કી કરશે કે તે આ કેસમાં દોષી છે કે નહીં. પરંતુ સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેને કેટલાક જુના ટ્વિટ વારયલ થઈ રહ્યા છે. જે તેને પોર્ન વર્સિસ પ્રોસ્ટિટ્યૂશનને લઈને કર્યા હતા. પોર્નોગ્રાફી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મામલાને લઈને આપણો કાયદો ખૂબજ કડક છે.

રાજ કુંન્દ્રાએ પોર્ન વર્સેજ પ્રોસ્ટિટ્યૂશન ને લઈને સવાલો કર્યા

સોશ્યલ મીડિયા યુઝર્સે જૂના ટ્વિટ કાઢીને ટ્રોલ કરી રહ્યા છે. તેના વર્ષ 2012ના ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. જે તેણે 29 માર્ચ 2012માં કર્યા હતા. જેમાં રાજ કુંન્દ્રાએ પોર્ન વર્સેજ પ્રોસ્ટિટ્યૂશન ને લઈને સવાલો કર્યા છે. તેણે સવાલ કર્યો હતો કેમેરા પર સેક્સ માટે કોઈને પે કરવું લિગલ કેમ છે, પ્રોસ્ટિટ્યૂશન પોર્નથી અલગ કેમ હતી?

રાજ કુંદ્રાએ લખ્યું છે ઓકે અહીં પોર્ન વર્સિજ પ્રોસ્ટિટ્યૂસન જાએ… કેમેરા પર સેક્સ માટે કોઈને ચૂકવણી કરવી કાનૂની કેમ છે. એકબીજાથી અલગ કેમ છે? તેનું એક ટ્વિટ ભારતમાં એક્ટર ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટર્સ પોલિટિક્સ કરી રહ્યા છે, નેતા પોર્ન જોઈ રહ્યા છે. અને પોર્ન સ્ટાર એક્ટર બની રહ્યા છે.

રાજકૂંદ્રા સોશલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હવે આપને ફેન્ટ માટે ફોટો અને વીડિયો મીડિયા પર શેર કરતા રહે છે.તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મિલિયન ફોલોઅરસ છે અને ટ્વિટર પર 735.3 કે ફોલોઅર્સ છે.

જણાવી દઈએ કે રાજકુંદ્રાની વિરુદ્ધ આ પહેલો મામલો નથી. તે કોઈના કોઈ મામલે સમાચારોમાં સતત છવાયેલ રહે છએ. આ પહેલા રાજ પર એક્ટ્રેસ પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો. પૂનમ પાંડેએ મુંબઈ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો કે તેની કંપનીએ અભિનેત્રીનો ફોટો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. જો કે રાજે આ તમામ આરોપો બેબુનિયાદ બતાવ્યા હતા.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બદલ ધરપકડ કરાયા બાદ મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની કંપનીના અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે. આ કમાણી અશ્લિલ કન્ટેન્ટ માટેને એપ થકી થઈ હોવાનુ પોલીસ માની રહી છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના કમિશનર મિલિંદ ભારમ્બેએ કહ્યુ હતુ કે, કુન્દ્રાનો અશ્લીલ ફિલ્મોને વેપાર લોકડાઉનમાં પણ સારો ચાલી રહ્યો હતો અને તે એક દિવસમાં 6 થી 8 લાખની કમાણી કરી રહ્યો હતો. કુન્દ્રાએ 18 મહિના પહેલા જ આ બિઝનેસની શરૂઆત કરી હતી. આ કંપનીમાં કુન્દ્રાની તેના પિતરાઈ પ્રદીપ બક્સી સાથે પાર્ટનરશીપ હતી.

તેમણે કહ્યુ હતુ કે, શરૂઆતમાં દિવસની બે થી ત્રણ લાખની કમાણી થતી હતી પણએ પછી આ રકમ વધીને 6 થી 8 લાખ રૂપિયા થઈ ગઈ હતી. પૈસાની ટ્રાન્સફરના હજારો ડોક્યુમેન્ટ છે. તેની તપાસ ચાલી રહી છે.અત્યાર સુધી અમે અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. રાજ કુન્દ્રા આ પ્રકારના વિડિયો ભારતમાંથી અપલોડ કરી શકે તેમ નહોતા. એટલે મુંબઈમાં વિડિયો શૂટ કરવામાં આવ્યા બાદ આ તમામ વિડિયો ફોરેન પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રાન્સફર કરાતા હતા અને ત્યાંથી આ વિડિયો એપ પર અપલોડ કરવામાં આવતા હતા. પોર્નોગ્રાફિક વિડિયો બનાવવાના મામલામાં પોલીસના સકંજામાં આવેલા એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે તો આ મામલામાં શિલ્પા શેટ્ટીની સંડોવણી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના રેકેટમાં પોલીસે રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી બનાવ્યો છે. જોકે પોલીસે હજી સુધી શિલ્પા શેટ્ટી પર કોઈ સવાલ નથી ઉભો કર્યો પણ મોડેલ સાગરિકા શોના સુમને એવો સનસનીખેજ દાવો કર્યો છે કે, આખા રેકેટ અંગે શિલ્પા શેટ્ટી પાસે જાણકારી છે.

આ એજ મોડેલ છે જેણે પહેલાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના રેકેટમાં રાજ કુન્દ્રા સંડોવાયેલો હોવાની શંકા જાહેર કરી હતી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મોડેલ સાગરિકાએ કહ્યું હતું કે, કંપનીના ડાયરેકર્ટસ અને પાર્ટનર્સમાં શિલ્પા શેટ્ટીનું નામ છે. એવું કેવી રીતે શક્ય હોય કે ડાયરેક્ટરને કંપનીમાં શું ચાલી રહ્યું છે તે ખબર ના હોય, પોલીસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવી જોઈએ.

આ પહેલા સાગરિકાએ કહ્યુ હતુ કે, એક વેબ સિરિઝ માટે મારી પાસે વોટસએપ પર ન્યૂડ ઓડિશન માંગવામાં આવ્યું હતું. તે વખતે રાજ કુન્દ્રા વિડિયો કોલ પર હતો. તેણે અને બીજા લોકોએ મારી સાથે બિભત્સ ભાષામાં વાતો કરી હતી. રાજ કુન્દ્રાના ચહેરા પર માસ્ક હતો પણ હું તેને ઓળખી ગઈ હતી. જો મને મુંબઈ પોલીસ પૂછપરછ માટે બોલાવશે તો હું ચોક્કસ હાજર થઈશ.

READ ALSO

Related posts

માથાકૂટ / SOU ખાતે ઓનલાઇન ટિકિટનું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો, એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા

Dhruv Brahmbhatt

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana

ખુશખબર / હવે ઇચ્છે ત્યારે પ્રવેશ લઇ શકશો અને છોડી પણ શકશો, આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!