GSTV

મોટા ખુલાસા / રાજ કુન્દ્રાની એક દિવસની કમાણી હતી 6.38 લાખ રૂપિયા, હોટશોટ્સ એપના 20 લાખ હતા સબસ્ક્રાઈબર

રાજ કુન્દ્રા

પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાના મામલામાં પોલીસે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. લેટેસ્ટ જાણકારી પ્રમાણે રાજ કુન્દ્રા એક વોટસએપ ગ્રૂપમાં પણ સામેલ હતા. જેમાં પોર્ન ફિલ્મોના બિઝનેસ પર ચર્ચા થતી હતી. આ વોટસએપ ગ્રૂપનું નામ એચ એકાઉન્ટ હતું. જેમાં પાંચ લોકો સામેલ હતા અને આ તમામ લોકો પોર્નોગ્રાફિક ફિલ્મોના નિર્માણ સાથે સંકળાયેલા હતા.

આ મામલામાં 6 લોકોની ધરપકડ

જે વોટસએપ ચેટ સામે આવી છે તેમાં રાજ કુન્દ્રાએ ફિલ્મોના માર્કેટિંગ, મોડેલ્સના પેમેન્ટને લઈને વાત કરી હતી. જાણકારી પ્રમાણે આ મામલામાં 6 લોકોની ધરપકડ થઈ ચુકી છે. રાજ કુન્દ્રા સામે પોલીસને ઘણા પૂરાવા પણ મળ્યા છે. સોમવારની રાતે નવ વાગ્યે તેમની ધરપકડ કરાઈ હતી. તેમના પર અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ ફિલ્મો બનાવીને રિલિઝ કરવાનો આરોપ છે.

લાઈવ શો થકી કરતા હતા આટલાની કમાણી

વોટ્સએપ ગ્રૂપની આ ચેટસ પરથી ખબર પડે છે કે, એપ પર લાઈવ શો થકી રોજ 1.85 લાખ રૂપિયા અને ફિલ્મ થકી રોજ 4.53 લાખની કમાણી થઈ રહી હતી. આ અશ્લીલ કન્ટેન્ટ જે એપ પર મુકાતું હતું તે હોટશોટ્સ એપના 20 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. ચેટમાં રાજ કુન્દ્રએ પ્રદીપ બખ્શી નામના વ્યક્તિને આર્ટિસ્ટોનું બાકી પેમેન્ટ વહેલી તકે કરવા માટે કહ્યું હતું. તે સમયે 81 આર્ટિસ્ટોનું પેમેન્ટ બાકી હતું.

Read Also

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!