પોતાના બંગલે જ્યારે પતિ રાજ કુન્દ્રાની હાજરીમાં જ શિલ્પા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે શિલ્પા ઘણી વખત હિંમત હારી ગઇ હતી. તેણી પોલીસ સમક્ષ ત્રણ-ચાર વખત રડી પડી હતી. શિલ્પાએ જણાવ્યું હતું કે, આ પ્રકરણના કારણે તેની ઇમેજને ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાન્ડસ અને ક્રોન્ટ્રેકસ નીકળી ગયા છે.

રાજ કુંદ્રા કેસમાં કંઇ જાણ હોવાનો શિલ્પાનો ઇનકાર
એક રિપોર્ટના અનુસાર શિલ્પા પોતે આ મામલે કાંઇ જાણતી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. અભિનેત્રીએ ઊલટતપાસ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે વિયાન કંપની ગયા વરસે જ છોડી દીધી હતી. હોટ શોટ એપ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તેનાથી તે સાવ અજાણ છે, તે ફક્ત એટલું જ જાણે છે કે તેનો પતિ વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવતો હતો.

તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે,ઇરોટિકા અને પોર્ન ફિલ્મમાં ખાસ્સો તફાવત છે અને તેનો પતિ નિદ્રોષ છે. ઉલ્લેખનયી છે કે, ટેલિવિઝનના ડાન્સ રિયાલિટી શોમાંથી પણ શિલ્પા નીકળી ગઇ છે. શિલ્પા આ શોમાં બાળકો સાથે હસી-મજાક કરી લેતી હતી તેમજ ઘણી વખત ઇમોશનલ થઇને રડી પડતી પણ જોવા મળતી હતી. આજે આ જ ભૂલકાઓ સામે શિલ્પા ફરી આવવાની હિંમત કરી શકતી નથી.
Read Also
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?