GSTV

પો*નોગાફી કેસમાં નવો વળાંક: ધરપકડથી બચવા રાજ કુન્દ્રાએ પોલીસ અધિકારીને આપી હતી લાંચ

રાજ કુન્દ્રા

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા મામલે પકડાયેલા એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અંગે એક આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. આ મામલે એક વોન્ટેડ આરોપીએ દાવો કર્યો છે કે, રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને 25 લાખ રૂપિયા લાંચ પેટે આપ્યા હતા.

કુન્દ્રા

મીડિયા રિપોર્ટ અનુસાક, એડલ્ટ ફિલ્મ્સ બનાવવા મામલે અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફ યશ ઠાકુર પણ આરોપી છે. તેણે ઈ-મેલ થકી માર્ચમાં એસીબીને ફરિયાદ કરી હતી. એપ્રિલમાં એસીબીએ આ ફરિયાદ મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસમાં મોકલી હતી. જોકે પોલીસ અધિકારીઓ આ મામલે કંઈપણ બોલી રહ્યાં નથી.

હાલમાં જ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા સ્થિત ઓફિસમાં દરોડા પાડ્યા હતા. અરવિંદ શ્રીવાસ્તવની ફ્લિઝ મૂવીઝ નામની ફર્મ હતી. પોલીસે અરવિંદના 2 અકાઉન્ટ સીઝ કર્યા હતા, જેમાં 4.5 કરોડ રૂપિયા હતા. અરવિંદની કંપનીએ દાવો કર્યો હતો કે, પોલીસના ખબરીએ તેમની પાસે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana

સર્વિસથી અસંતોષ / કંટાળેલા ગ્રાહકે શોરૂમ બહાર જ ટુવ્હીલરને દઇ દીધી આગચંપી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!