GSTV
Home » News » કટોકટી બાદ યુપીમાં કોંગ્રેસની સૌથી ખરાબ હાર માટે પ્રિયંકા ગાંધીએ આ નેતાને ગણાવ્યા જવાબદાર

કટોકટી બાદ યુપીમાં કોંગ્રેસની સૌથી ખરાબ હાર માટે પ્રિયંકા ગાંધીએ આ નેતાને ગણાવ્યા જવાબદાર

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મળેલી હાર માટે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું ભલે આપી દીધું હોય, પરંતુ સંગઠનમાં તેમના સહયોગી પ્રિયંકા ગાંધી વાડ્રાનું પ્રમોશન થતું દખાઈ રહ્યું છે. છેલ્લા થોડા સમયથી તેઓ વિદેશમાં ફરી રહ્યાં હતાં અને હવે દેશમાં આવ્યાં તો પાર્ટીની હારના કારણો શોધવા લાગ્યાં. દેશમાં આવતાની સાથે જ યુપીમાં વિધાનસભા પેટા-ચૂંટણીથી લઈને 2022ની ચૂંટણી માટે પણ ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે.

સૌથી મોટી વાત એ છે કે લોકસભા ચૂંટણીના 2 મહિના પછી પ્રિયંકાં ગાધી પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે એકલા રાજ બબ્બરને જવાબદાર ગણાવવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે.

2019ની ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસનું કટોકટી બાદ અત્યારસુધીનું સૌથી ખરાબ પ્રદર્શન સામે આવ્યું અને ખુદ પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પરંપરાગત અમેઠી બેઠક બચાવી ન શક્યા. ત્યારે રાજ બબ્બરે પાર્ટીની હાર માટે નૈતિક જવાબદારી લઈને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી.

હવે જેમ જેમ પાર્ટી પાસે યુપીમાં કોંગ્રેસના પ્રદર્શનનું ફિડબેક આવવા લાગ્યું પ્રિયંકાએ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની નિષ્ક્રિયતા પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે. મળતી માહિતી મુજબ પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યકર્તાઓ, પૂર્વ યૂપીના ત્રણેય પાર્ટી સચિવ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ બબ્બર અંગે કહ્યું કે, એમણે પ્રદેશમાં કંઈ કર્યું નથી જેના કારણે સ્થિતિ ખરાબ બની છે. કોંગ્રેસી સંસ્કૃતિમાં કોઈ નેતા વિશે કોઈ ગાંધી દ્વારા આવું કહેવાનો અંજામ શું હોઈ શકે, તેનો માત્ર અંદાજ લગાવી શકાય.

READ ALSO

Related posts

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!