બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા રાજ બબ્બર આજે એટલે કે 23 જૂન 2022ના રોજ 70 વર્ષના થઈ ગયા છે. રાજનો જન્મ 23 જૂન, 1952ના રોજ યુપીના ટુંડલામાં થયો હતો. રાજ બબ્બરને અભિનયમાં રસ હતો, તેથી જ તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) તરફ વળ્યાં 1975માં તેમણે એક્ટિંગનો કોર્સ કરતાની સાથે જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. રાજ બબ્બર એક અનુભવી અભિનેતા છે, જે હજુ પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે. આ સાથે જ તેમણે રાજકારણમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ બબ્બર અને સ્મિતા પાટિલની જોડી જોરદાર હિટ રહી હતી. રાજ બબ્બર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જુઓ….

રાજ બબ્બર- બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજ બબ્બર લાંબા સમયથી રાજકારણમાં છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે જેમણે 2014ની ચૂંટણી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો.

રાજ બબ્બરને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. તેમણે વિદેશમાં સ્ટેજ શોમાં પણ પરફોર્મ કર્યું છે. કે રાજ બબ્બરે લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું છે.

રાજ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. તેમના અફેરને કારણે એક સમયે પુત્ર પ્રતીકે પોતાના નામમાંથી બબ્બર સરનેમ હટાવી દીધી હતી.

રાજ બબ્બર યુવાનીના દિવસોથી જ ખુલ્લા મનના વ્યક્તિ હતા. અભિનેતાએ સમાજની પરવા ન કરતાં સ્મિતા પાટીલને ખૂબ જ નાની ઉંમરે પોતાની લિવ-ઈન પાર્ટનર બનાવી હતી.

હકીકતમાં, એક સમય એવો આવ્યો જ્યારે રાજ અને સ્મિતા એક ક્ષણ માટે પણ એકબીજા વિના રહી શક્યા ન હતા. આ જ કારણ છે કે તે સમયે બંનેએ દુનિયાની પરવા કર્યા વગર લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું.

આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો, તે સમયે રાજ બબ્બરે પત્ની નાદિરાને છૂટાછેડા આપ્યા વિના સ્મિતા પાટિલ સાથે લગ્ન કર્યા. આ માટે તેમની ટીકા પણ થઈ હતી.

રાજ બબ્બરે બે લગ્ન કર્યા છે, પરંતુ તેમણે કોઈની સાથે સંબંધ તોડ્યા નથી. રાજને તેની પ્રથમ પત્નીના નામ નાદિરા ઝહીરથી બે બાળકો છે. આ બે બાળકોના નામ આર્ય અને જુહી બબ્બર છે.

રાજ અને નાદિરા બબ્બર વચ્ચે અણબનાવ છે, પરંતુ બંનેએ લાંબા સમય સુધી છૂટાછેડા લીધા ન હતા. દરમિયાન, રાજે સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા, જોકે પ્રતીકના જન્મ પછી સ્મિતા પાટીલનું અવસાન થયું.
Read Also
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર