GSTV
India News Trending

રામ મંદિરના મુદ્દે રાજ બબ્બર ફરી ચર્ચામાં આવ્યા, લગાવ્યો આક્ષેપ

અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણને લઇને કોંગ્રેસના સિનિયર નેતા રાજ બબ્બરે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદાતાઓને ઠગવાનું શરૂ કરી દે છે. અભિનેતાથી રાજનેતા બનેલા રાજ બબ્બરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ભાજપ ભગવાન રામને ક્યારેય આસ્થાની નજરેથી જોયા નથી. જ્યારે પણ ક્યાંય ચૂંટણી હોય છે. ભાજપ રામ નામનો કટોરો લઇને ફરવાનું શરૂ કરી દે છે.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે, રામ મંદિર મુદ્દે ભાજપની ઠગાઇના પ્રયત્નોને મતદારોએ ઓળખી લીધી છે. ભાજપ કહે છે કે મંદિર અમે બનાવીશું પરંતુ તારીખ જણાવશે નહીં. લોકો સમજી ચૂક્યા છે કે, તેમના મુખમાં રામ અને બગલમાં છૂરી છે.

Related posts

આરોગ્ય/ હિરો-હિરોઈન જેવા ચહેરા રાખવા હોય તો દૂધને ક્યારેય ના ટાળો, દૂધ સ્વાસ્થ્યની સાથે સાથે વધારે છે ખૂબસુરતી

HARSHAD PATEL

કિમ જોંગ- ઉનનું સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, આ રીતે મેળવે છે વિકૃત આનંદ

Padma Patel

ગુજરાત ચૂંટણી / AAPના ઉમેદવાર કથીરિયાએ ભાજપના કાનાણીના આશીર્વાદ લઈને કર્યું મતદાન, કાકા કે ભત્રીજો કોણ મારશે બાજી

Hardik Hingu
GSTV