GSTV
Home » News » પીએમ મોદીની માતા મામલે કોંગ્રેસી નેતા રાજબ્બરનું વિવાદિત નિવેદન, રૂપાણીએ ઝાટક્યા

પીએમ મોદીની માતા મામલે કોંગ્રેસી નેતા રાજબ્બરનું વિવાદિત નિવેદન, રૂપાણીએ ઝાટક્યા

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીની માતાને લઈને વિવાદીત નિવેદન કર્યું. મધ્યપ્રદેશના ઈંદોરમાં વિધાનસભાની ચૂંટણી સંબોધતાં રાજ બબ્બરે કહ્યું કે જ્યારે પીએમ મોદી કહેતા હતા કે ડૉલર સામે રૂપિયો એટલો ગગડી ગયો છે કે તે સમયે પીએમની ઉંમરની વાત કરતા હતા કે તેમની ઉંમરની લગભગ નજીક આવી રહ્યો છે. આજે રૂપિયો તમારી પૂજનીય માતાજીની ઉંમરથી નીચે ગગડવાનો શરૂ થઈ ગયો છે. રાજ બબ્બરનું આવા નિવેદન બાદ કોંગ્રેસને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ત્યાં બીજી બાજૂ કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ડૉલરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સામે વિવિદાસ્પદ ટીપ્પણી કરી. જેનો રાજકીય વિવાદ શરૂ થયો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાજ બબ્બર પર આકરો પ્રહાર કર્યો. મહત્વનું છે કે ડૉલરની સરખામણીમાં રૂપિયો સતત ગગડીને 74ને પાર થઈ ગયો હતો. જોકે થોડા દિવસોથી રૂપિયો મજબૂત બનતાં આજે એક ડોલરની સામે 70.57 થયો છે. ત્યારે સતત ગગડી રહેલા રૂપિયાને કિંમતને રાજ બબ્બરે પીએમ મોદીની માતા સાથે સરખામણી કરીને વિવાદનો મધપુડો છંછેડ્યો.

મધ્ય પ્રદેશમાં કોંગી નેતા રાજબબ્બરે વડાપ્રધાન માતા હિરાબા પર આપેલા વિવાદિત નિવેદનનો સીએમ રૂપાણીએ જવાબ આપ્યો છે. તેઓએ રાજ બબ્બરના નિવેદનને કોંગ્રેસની નીમ્ન માનસિકતા ગણાવી છે અને તેઓ વડાપ્રધાન મોદીની માફી માંગે તેવી માંગ કરી છે.

Read Also 

Related posts

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari

હિન્દી ભાષા સંગ્રામ: અમિત શાહે વિરોધીઓને કહ્યું- અમુક લોકોને રાજનીતિ કરવી છે તો…

Riyaz Parmar

India vs South Africa 2nd T20I: ભારતે જીત્યો ટોસ, ફિલ્ડીંગ પર પસંદગી ઉતારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!