OMG: આ દંપતિએ બંધારણના શપથ લઇ કર્યા લગ્ન, રિક્ષામાં કાઢી જાન

23 ડિસેમ્બર (રવિવારે) છત્તીસગઢના રાયપુરથી લગભગ 150 કિલોમીટર દૂર રતનપુર પાસે લખનીપુરમાં એક અનોખા લગ્ન થયાં. આ લગ્નમાં દરેક ચીજ બીજા લગ્ન કરતા અલગ હતી, પછી તે લગ્નની વિધિ હોય કે પછી જાન. લગ્નમાં વકીલ પ્રિયા, થિએટર આર્ટિસ્ટ અનુજ બંનેએ પ્રભુતામાં પગલા માંડ્યા, પરંતુ બંનેએ અગ્નિના સાત ફેરા ફરવાને બદલે બંધારણની સોગંદ ખાઇને લગ્ન કર્યાં.

લગ્નની બીજી વાત મહત્વની રહી છે કે વરરાજાની જાન રિક્ષામાં કાઢવામાં આવી. લગ્નમાં મોટાભાગના મજૂર, ગરીબ અથવા જન આંદોલનો સાથે જોડાયેલા લોકો સામેલ રહ્યાં. રાત્રે જ્યારે લગ્નની વિધિ શરૂ થઇ ત્યારે બધા લોકો આ અનોખા લગ્નને લઇને આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયાં. દુલ્હા અને દુલ્હન બંનેએ બંધારણને સાક્ષી માનીને એકબીજાને પોતાના જીવનસાથી તરીકે અપનાવ્યાં. લગ્ન દરમ્યાન બંનેએ આ સોગંદ લીધા.

‘હું અનુજ/પ્રિયંકા ભારતના બંધારણના શપથ લઇએ છીએ કે અમે એકબીજાને હંમેશા એકબીજાની જેમ જ રહેવા દઇશું. અમે બંને ક્યારેય પણ મતભેદને મનભેદમાં બદલીશુ નહીં. અમે બંને આજીવન ઘરના બધા કામ વહેંચીને કરીશું. ગમે તેવો ગુસ્સો આવે પણ અમે બંને હિંસાથી દૂર રહીશુ. ઘરની અંદર અથવા બહાર જાતિવાદ, અભદ્ર, મહિલા વિરોધી, વર્ગ વિરોધી સાંપ્રદાયિક ભાષાનો ઉપયોગ નહીં કરીએ. દુનિયાના બધા બાળકોને પોતાના બાળકોની જેમ માનીશુ. બધા વંચિત સમાજને પોતાનો પરિવાર માનીશું. પોતાને આદર્શ સ્થાપિત કરી સમાજ બદલીશું. અમે ભારતના બંધારણ દ્વારા સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે પોતાની નિષ્ઠા રાખીશુ, પરંતુ તેને જાળવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દઇશું.’

લગ્ન બાદ દુલ્હન પ્રિયંકાએ ઈનકલાબ જિંદાબાદના નારા પણ લગાવ્યાં. એકતરફ જ્યાં મોંઘા લગ્નમાં નાણાંનો દૂરૂપયોગ થાય છે તો બીજીતરફ આ અનોખા દંપતિના લગ્ન સમાજ માટે સીખ સમાન છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter