GSTV

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ, મેઘરાજાની તોફાની બેટીંગ

ભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો.અમરેલી પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે…તો ગીર સોમનાથ ઉના પંથક પણ જળમગ્ન બની ગયો.તો કચ્છમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરબાદના દરિયા કાંઠાના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.જાફરાબાદના કડીયાળી, બલાણા, વઢેરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે..કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં બે દિવસ બાદ ફરી વરસાદ વરસ્યો છે.જોકે બાજરીના પાકને નુકશાન થશે તેવો ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

અમરેલીના ખાંભા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ગત મોડી રાતથી જ ખાંભા, પીપળવા, તાતણીયા, ઘવાડીયા, લાસા, ભાણીયા, ડેડાણ, ત્રાકુંડા, ભુંડણી, નાનુડી સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાયડી ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. લાસાની રાવળિયા નદીમાં પુર આવતા ઢોર ઢાંખર તણાયા હતા.. જો કે તણાયેલા ઢોરને બચાવી લેવામાં આવ્યા છે.

ખાંભામાં પડી રહેલા સતત વરસાને પગલે ડેડાણ નજીક ખાંભા-નાગેશ્રી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. જેને પગલે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાંભા પંથકમાં સતત વરસાદ પડવાથી રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાય ગયા છે. ગીર સોમનાથનમા ગીરગઢડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ધોકડવા ગામે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે..રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા.

ગીર સોમનાથના ઉના પંથકમાં ગતરાતે વરસાદના વિરામ બાદ વહેલી સવારે ફરી મેઘમહેર જોવા મળી.આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા..અને વરસાદ શરૂ થયો હતો. ઉના અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ક્યાંક ખેડૂતો પણ ચિતિંત જોવા મળ્યા.તો સાથે જ નવરાત્રિ આયોજકો પણ ચિંતિત જોવા મળ્યા.

ઉના..ગીરગઢડા..ઘોકડવા સહિત દીવ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. આજુબાજુના ગ્રામ્ય શહેરી વિસ્તારો સહિત ખેતરોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા..તો ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતુ.તંત્ર દ્વારા હાઇ એલટૅ જાહેર કરતા નદીના નિચાણવાળા વિસ્તારના ગામડાઓને નદીઓની આજુબાજુના વિસ્તારોમા અવર જવર ન કરવા સુચના અપાઇ છે…વધુ વરસાદ પડવાથી કપાસ તથા મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

માંગરોળ પંથકમાં બીજા દિવસેપણ ધોધમાર વરસાદ વરસ્યો..જેની અસર જનજીવન પર પડી.. બજારો સુમસામ જોવા મળી રહી છે…વરસાદથી હવે ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાવનગર પંથકમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે..ભાવનગરના શિહોરના ટાણા વરલ ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે..જેથી નદી-નાળાઓમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.

સાયલા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ પડયો.તાલુકાના ગોસળ જસાપર, વખતપર સહિતના ગામોમાં મેઘમહેર રહેતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે સતત વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કચ્છ પંથકમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટા વરસી રહ્યાં છે. ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, ભચાઉ સહિતના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

READ ALSO

Related posts

ડાંગરના ખેડૂતો માટે આનંદના સમાચાર : સરકારે ખેડૂતોને ભાવ મળી રહે એ માટે લીધો મોટો નિર્ણય, આ તારીખ પણ લંબાવી

pratik shah

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel

આ દેશના પીએમની પત્ની અને દીકરો ઉતરશે યુદ્ધમાં, ખૂંખાર આર્મીની બનાવી રહ્યા છે અલગથી ટીમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!