GSTV

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહીને પગલે અમિરગઢ પંથકમાં વરસાદી માહોલ છવાયો. ફરી એકવાર વરસાદથી મગફળી બાજરી ,જેવા પાકોને નુકશાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. પાછોતરા વરસાદથી ચોમાસાનો તૈયાર પાક બગડી જવાની ખેડૂતોમાં દહેશત.

બનાસકાંઠાના દાંતામાં વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારાથી રાહત મળી છે.

અમરેલીના ધારીના ગીર કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ગીર કાંઠાના ગઢિયા, વિરપુર, નાગધ્રા, નાની ધારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે તૈયાર મગફળીને નુકશાન થયું. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં થયો વરસાદ. દામનગર શહેર તેમજ આસપાસના ગામોમાં થયો વરસાદ. દહીંથરા, કાચરડી સહિતના ગામોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો.

વડોદરા શહેરમાં બપોરે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી માહોલથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. શહેરના રાવપુરા, કોઠી, એમજીરોડ, અલકાપુરી, કારેલીબાગ માંજલપુર, રાજમહેલ રોડ સહિત સિટી વિસ્તારોમા વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વરસાદના પગલે લોકોને ગરમ થી રાહત જરૂર મળી.એક અઠવાડિયા બાદ શહેરમાં મેઘરાજાની ફરી મહેર થઇ છે વડોદરા શહેરમાં મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!